બાયડના ધારાસભ્ય જસુ પટેલ ધરણા પર બેઠા, કામ પૂરા ન થતા રોષે ભરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલ ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી કામ ન થતી હોવાની ફરિયાદ મુદ્દે ધરણા ધર્યા છે. નોંધનીય છે કે ધારાસભ્ય આઈ.એ.એસ ઓફિસ બહાર ધરણા પર બેસી જતા મુદ્દો ગરમાયો છે. એટલું જ નહીં તેઓ સીએમ ઓફિસ બહાર પણ પોતાનો રોષ ઠાલવવા ધરણા ધરી શકે છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસે રાહુલ ગાંધીના સૂચવ્યા મુજબ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં વારંવાર MLA દ્વારા રોડ રસ્તાને લઈને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો નિવેડો ન આવતા તેમણે વિરોધ કર્યો હતો.

ધરણા પ્રદર્શને જોર પકડ્યું
વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ કાર્યો ન થયા હોવા મુદ્દે વિપક્ષ સહિત કર્મચારીઓ એક્ટિવ થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. તેઓ માર્ગ પરિવહન મુદ્દે સતત રજૂઆતો કરતા કાર્યો ન થયા રોષે ભરાય છે. જેથી તે આઈ.એ.એસ અધિકારીની ચેમ્બર બહાર જ ધરણા પર બેસી ગયા છે. તેમના મત મુજબ છેલ્લા દોઢ વર્ષથી યોગ્ય કામો હાથ ધરાયા નથી. આ મુદ્દે સતત તેમને રજૂઆતો કરી હોવા છતા કોઈ ફેરફાર ન થતા તેઓ ધરણા પર બેસી ગયા છે. એટલું જ નહીં તેઓ સી.એમ. ઓફિસની બહાર પણ ધરણા પ્રદર્શન લઈ જશે એવી ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસે પ્રચાર અભિયાન શરૂ
રાહુલ ગાંધીએ સતત માર્ગદર્શન આપ્યું છે એના પર ભિલોડામાં કોંગ્રેસે બીજી બાજુ ચૂંટણી પ્રચાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ દરમિયાન 8 મુદ્દાની યાચિકા પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં ઘરે ઘર જઈને મતદારોને વહેંચણી કરાઈ રહી છે. આ દરમિયાન મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓ પોતાનું એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં હવે આ બેઠક કબજે કરવા માટે રાજકીય પાર્ટીની હોડ જામી છે.

ADVERTISEMENT

With Input- હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT