આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત, જાણો એન્ટ્રી સમય-પાર્કિંગ સહિતની તમામ વિગતો
અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. આ માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. આ માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. જેનું આજે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે અને શનિ-રવિમાં આ સંખ્યા 2-3 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ક્યારથી કાર્યક્રમો શરૂ થશે?
પ્રમુખસ્વામી નગરમાં બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં વિવિધા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે. જ્યારે રવિવારે દિવસભર કોઈપણ સમયે મહોત્વસમાં જઈ શકાશે. મહોત્સવમાં તમામ દિવસે એન્ટ્રી ફ્રી રહેશે અને તેના માટે કોઈ રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. જેમાં કલ્ચરલ ગેટ્સ, પ્રમુખસ્વામી મહારાજની મહામૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની રેપ્લિકા, સોવેનિયર શોપ, ચિલ્ડ્રન્સ એડવેન્ચર, એક્ઝિબિશન પેવેલિયન, કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ, સહજાનંદ જ્યોતિ ઉદ્યાન તથા પ્રેમવતી ફૂડ કોર્ટ રહેશે.
ક્યાંથી અને કેવી રીતે પ્રવેશ મળશે?
પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશ માટે સાત દ્વાર છે, જેમાં મુખ્ય દ્વાર VVIP માટે છે, જ્યારે બાકીના 6 દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. જેમાં ભાડજ સર્કલથી આવનારા મુલાકાતીઓ ગેટ નંબર 2,3 અને 4થી પ્રવેશ કરી શકશે, જ્યારે ઓગણજ સર્કલથી આવતા લોકો ગેટ નં.5,6 અને 7થી પ્રવેશ કરી શકશે. આ તમામ દ્વારમાં પ્રવેશતા જ મુલાકાતીઓ માટે વોશરૂમ તથા નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
પાર્કિંગ માટે શું સુવિધા છે?
600 એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ નગરમાં સૌથી પહેલો સવાલ પાર્કિંગનો છે. આ માટે Psm100 નામની એપ બનાવાઈ છે. તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં એક QR કોડ સ્કેન કરીને પાર્કિંગની જગ્યા ખબર પડશે, સાથે સાથે જ મહોત્સવના આકર્ષણો જોવા પણ ક્યાં જવું તેની માહિતી પણ આ એપમાં મળશે. આ એપ્લિકેશન ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. એવામાં બહાર ગામથી આવનારા લોકો માટે આ ખાસ સુવિધા યુક્ત બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT