Bank Holidays March 2024: ફટાફટ પતાવી લેજો જરૂરી કામ, આ મહિને 14 દિવસ બંધ રહેશે બેંકો

ADVERTISEMENT

Bank Holidays March 2024
આ મહિને 14 દિવસ બેંકો રહેશે બંધ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ

point

આ મહિને આવી રહ્યા છે અનેક તહેવારો

point

RBIએ જાહેર કરી રજાઓની યાદી

Bank Holidays March 2024 Latest Update: જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને તાત્કાલિક પતાવી લેજો. કારણ કે આ મહિને બેંકો 14 દિવસ બંધ (Bank Holiday In March 2024) રહેશે. આ મહિનામાં મહાશિવરાત્રી, હોળી અને ગુડ ફ્રાઈડે જેવા અનેક તહેવારો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા દર મહિને બેંકોની રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. અહીં અમે તમને બેંકોમાં રજાની યાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી કરીને તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જેમાં રવિવાર અને બે શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. 

બેંકની રજાઓની યાદી ચેક કરી લો

આવી સ્થિતિમાં, જો તમારે આ મહિને બેંક જવાનું છે, તો ઘરેથી નીકળતા પહેલા બેંકની રજાઓની યાદી જરૂર ચેક કરી લો. જો કે, તમને જણાવી દઈએ કે આ રજાઓ દેશભરની બેંકોમાં એક સાથે નથી. તેનો અર્થ એ કે આ રજાઓ રાજ્યો અનુસાર છે. દરેક તહેવારો બધા રાજ્યોમાં ઉજવાય તે જરૂરી નથી.  જે-તે રાજ્યોમાં ઉજવાતા તહેવારો અનુસાર તે રાજ્યોમાં તે દિવસે બેંકો દિવસે બંધ રહે છે.

આ તારીખોએ બંધ રહેશે બેંકો

01 માર્ચ 2024- ચાપચર કુટના કારણે આઈઝોલમાં બેંકોમાં રજા રહેશે.
03 માર્ચ 2024- રવિવાર
08 માર્ચ 2024- મહા શિવરાત્રીના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ચંદીગઢ, દેહરાદૂન, કોચી, લખનઉ, મુંબઈ ભોપાલ, ભુવનેશ્વર, હૈદરાબાદ, જમ્મુ, કાનપુર, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને ત્રિવેન્દ્રમમાં બેન્કો બંધ રહેશે.
09 માર્ચ 2024- બીજો શનિવાર
10 માર્ચ 2024- રવિવાર
17 માર્ચ 2024- રવિવાર
22 માર્ચ 2024- બિહાર દિવસના કારણે પટનામાં બેન્કો બંધ રહેશે.
23 માર્ચ, 2024- ચોથો શનિવાર
24 માર્ચ 2024- રવિવાર
25 માર્ચ 2024- હોળીના કારણે બેંકોમાં રજા રહેશે. 
26 માર્ચ 2024- યાઓસાંગ દિવસના કારણે ભોપાલ, ઇમ્ફાલ, પટનામાં બેંકો બંધ રહેશે. 
29 માર્ચ 2024- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકોમાં રજા રહેશે.
30 માર્ચ 2024- છેલ્લા શનિવારે બેંકો બંધ રહેશે. 
31 માર્ચ 2024- રવિવારે બેંકોમાં રજા રહેશે 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT