બનાસકાંઠામાં કેજરીવાલની સભા પહેલા પોસ્ટરો ફાડી નખાયા, ઠેર-ઠેર વિરોધમાં પોસ્ટરો લાગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે મહેસાણા અને બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યે તેઓ મહેસાણામાં જનસભાને સંબોધિત કરવાના છે. આ બાદ સાંજે બનાસકાંઠામાં તેઓ જનસભાને સંબોધવાના છે. પરંતુ તેમની જનસભા પહેલા જ કેજરીવાલના પોસ્ટરો ફાડી નખાયા છે તથા કેજરીવાલ વિરુદ્ધ ઠેર-ઠેર પોસ્ટરો લગાવાયા છે.

બનાસકાંઠામાં પણ સભા પહેલા કેજરીવાલનો વિરોધ
બનાસકાંઠામાં આજે બપોરે વેપારી મથક ડીસામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડીસામાં AAPના ઉમેદવાર ડો.રમેશ ચૌધરીના પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે તેમના સમર્થનમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટરોને ફાડી નાખવામાં આવ્યા છે. ઉપરાંત કેજરીવાલના વિરોધમાં પણ કેટલાક પોસ્ટરો લગાવાયા છે. જેમાં તેઓ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.

પોસ્ટરોમાં શું લખવામાં આવ્યું છે?

ADVERTISEMENT

  • શું કેજરીવાલ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે?
  • કેમ કેજરીવાલ હવે લાલચ અને તુષ્ટિકરણનું રાજકારણ કરવા લાગ્યા છે?
  • કેમ કેજરીવાલ સ્વરાજની ગેરંટી ભુલી ગયા છે?

ઊંઝામાં પણ મંદિરમાં સ્વાગત ન કરવા માગણી
સહિતના અનેક પ્રશ્નોનો જવાબ કેજરીવાલ પાસે પોસ્ટરના માધ્યમથી માંગવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા ઊંઝામાં પણ કેજરીવાલને મંદિરમાં જાય તે પહેલા પણ વિરોધ ઉઠ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિએ કેજરીવાલને હિન્દુ વિરોધી જણાવીને મંદિરમાં સ્વાગત ન કરતો પત્ર લખ્યો છે. જેમાં કહેવાયું છે કે, ઉમિયા માતાજી મંદિર એ લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તેવામાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે. જેથી જેમના કાર્યકર્તાઓ તથા તેમના ભગવાન વિરોધી માનસિકતાના કારણે ઊંઝા મંદિરમાં તેમના સ્વાગત ન કરવા વિનંતી કરાઈ હતી. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, માતાજીના આસ્થાના કેન્દ્રને અમે રાજકીય અખાડો બનવા દેવા માગતા નથી. પરંતુ લાખો હિન્દુઓની લાગણીનું માન રાખી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કે સરભરા ન કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT