બેલેટ પેપર મતગણતરીના અપડેટ્સ, ઘાટલોડિયાથી CM ભૂપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે. તેવામાં સૌથી પહેલા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે. તેવામાં સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આમાં ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ, વેજલપુરથી અમિત ઠાકર આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો વિરમગામથી હાર્દિક પટેલ પાછળ ચાલી રહ્યા છે જ્યારે અમરસિંહ ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
બેલેટ પેપર મતગણતરી અપડેટ્સ..
- સુરતની લિંબાયત, કરંજ, વરાછા, મજૂરા વિધાનસભા બેઠક પર બેલેટપેપરની ગણતરીમાં ભાજપ આગલ ચાલી રહી હતી.
- સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠક પર બેલેટ પેપર મતગણતરી શરૂ થઈ હતી. આમાં પ્રાંતિજ બેઠક પરથી
- ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા.
- ખેડા નડિયાદ વિધાનસભા બેઠકમાં ભાજપ આગળ રહ્યું હતું.
- રાજકોટ પશ્ચિતથી ભાજપના દર્શિતા શાહ આગળ રહ્યા હતા.
- અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસિંહ ભગોરા બેલેટ પેપર રાઉન્ડમાં આગળ રહ્યા હતા.
- વાંસદામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT