મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: વિધાનસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટ પ્રદેશ અધ્યક્ષથી નારાજ, રાજીનામું ધરી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહારાષ્ટ્ર: દેશ ભરમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદથી ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન હવે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોંગ્રેસમાં બળવો શરૂ થયો છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ પ્રમુખ બાલાસાહેબ થોરાટે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડતા પહેલા થોરાટે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે નાના પટોલે સાથે કામ નહીં કરી શકે.

બાલાસાહેબ થોરાટના મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા પદ પરથી રાજીનામું આપવા પર મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે,  તેઓ અમારા નેતા છે. અમે તેમની સાથે વાત કરીશું.  પાર્ટીની કારોબારીની બેઠકમાં આ અંગે ચર્ચા થશે. રાહુલ ગાંધી સાથે યાત્રા અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

પાર્ટી અધ્યક્ષનું નિવેદન
થોરાટ સાથેના વિવાદના સમાચાર આવતા જ પટોલેએ મીડિયા સાથેની વાતચીતમાં તેને ફગાવી દીધો હતો. નાના પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર કોંગ્રેસે વિધાન પરિષદની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. ફડણવીસના ગઢ નાગપુર અને અમરાવતીમાં બે બેઠકો જીતી છે. આ ભાજપની નારાજગી છે. તેથી જ ભાજપ આવી અફવાઓ ફેલાવે છે. અમારી પાર્ટીમાં આવો કોઈ વિવાદ નથી. નાના પટોલે અને બાલાસાહેબ થોરાટ વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો નથી. અમે આજે પણ વાત કરીએ છીએ.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગાઢ ધુમ્મસને કારણે અણીયારી ટોલનાકા નજીક એકસાથે 30 વાહનો અથડાયા: એકને ગંભીર ઇજા

 અહીથી થઈ વિવાદની શરૂઆત
વિધાન પરિષદની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી.  આ ચૂંટણીમાં સત્યજીત તાંબેએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને પક્ષ સામે બળવો કર્યો હતો. આ અંગેની ફરિયાદ દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડને ગઈ હતી. સુધીર તાંબેની સાથે સત્યજીત તાંબે અને તેમના પિતાને પણ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. જણાવી દઈએ કે પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. આ પછી તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT