અમરેલીના રાજકારણમાં ભૂકંપ, ભાજપના આ નેતા કેસરીયો ખેસ ઉતારી AAPમાં જોડાઈ ગયા
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. રોજે રોજ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા હોવાની ખબર સામે આવતી હોય છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. રોજે રોજ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા હોવાની ખબર સામે આવતી હોય છે. આ વચ્ચે ગઈકાલે અમરેલીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ ભાજપનો ખેસ ઉતારીને AAPમાં જોડાઈ ગયા હતા. અમરેલીમાં દિલીપ સંઘાણી, બાવકુ ઊંધાનના નજીકના આગેવાન જ ભાજપ છોડીને આપમાં જોડાઈ હતા રાજકારણ ગરમાયું છે.
ભાજપના નેતા કાંતિ સતાસીયા AAPમાં જોડાયા
બગસરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયા ગઈકાલે અમદાવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના AAPમાં જવાથી ધારી બેઠક પરના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કાંતિ સતાસીયાનું આપમાં જવું એટલા માટે મોટી વાત છે કારણ કે તેઓ અમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી તથા પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડના નજીકના નેતા મનાતા હતા. જોકે તેઓ ભાજપ છોડીને આપમાં જોડાતા ચૂંટણીમાં સામ સામે જોવા મળી શકે છે.
ચૂંટણી પહેલા AAP પૂરજોશથી પ્રચાર કાર્યમાં જોડાયું
નોંધનીય છે કે, ગુજરાતની ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે ભાવનગર, ઊંઝા તથા ડીસામાં જનસભાને સંબોધી હતી. જ્યારે આજે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ AAP દ્વારા ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT