TMKOC: વડોદરામાં સગાઈની વાત પર 'બબીતાજી' અને 'ટપ્પુ'નું પહેલું નિવેદન, જુઓ શું કહ્યું
Munmun Dutta and Raj Anadkat Wedding Truth: લગભગ 16 વર્ષથી ટીવી પર રાજ કરી રહેલી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પાત્રો પણ શૉ જેટલા જ ફેમસ છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજ અનડકટે મુનમુન દત્તા સાથેની સગાઈના સમાચાર પર તોડ્યું મૌન
રાજ અનડકટે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી સમાચારનું કર્યું ખંડન
આ પહેલા મુનમુન દત્તાએ પણ આપી હતી પ્રતિક્રિયા
Munmun Dutta and Raj Anadkat Wedding Truth: લગભગ 16 વર્ષથી ટીવી પર રાજ કરી રહેલી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પાત્રો પણ શૉ જેટલા જ ફેમસ છે. તેમાં બબીતાજી (Babitaji) અને ટપ્પુ (Tappu)ની ભૂમિકા ભજવનાર સ્ટાર્સ મુનમુન દત્તા (Munmun Dutta)અને રાજ અનડકટ (Raj Anadkat) વચ્ચેના સંબંધોને લઈને ઘણીવાર અટકળો થતી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને ડેટ કરી રહ્યા હતા અને સેટ પર આ વાત કોઈથી છુપાયેલી નથી. જોકે, મુનમુન દત્તા અને રાજ અનડકટે હંમેશા આ સમાચારોને નકારી કાઢ્યા છે. હદ ત્યારે થઈ જ્યારે 13 માર્ચ, 2024ના રોજ એવો દાવો કરવામાં આવ્યો કે બંનેએ સગાઈ કરી લીધી છે. સમાચાર મીડિયામાં આવતા જ દેકારો બોલાઈ ગયો. આ અંગે મુનમુન દત્તાએ પ્રતિક્રિયા આપીને તેને વાહિયાત સમાચાર ગણાવ્યા હતી અને હવે રાજ અનડકેટે આના પર પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
Raj Anadkatએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને મુનમુન દત્તા સાથે સગાઈના સમાચારો પર રિએક્શન આપતા લખ્યું, 'તમે સોશિયલ મીડિયા પર જે સમાચાર જોઈ રહ્યા છો તે ખોટા અને પાયાવિહોણા છે. ટીમ રાજ અનડકટ.'
મુનમુન દત્તાએ પણ આપી પ્રતિક્રિયા
આ પહેલા 36 વર્ષીય મુનમુન દત્તાએ ETimes TV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'સગાઈના સમાચાર ખોટા છે. તેમણે આ સમાચારોને વાહિયાત, પાયાવિહોણા અને ફેક ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે તેઓ આવા ફેક ન્યૂઝમાં પોતાનો સમય બગાડવા માંગતા નથી.'
ADVERTISEMENT
ગુજરાતના વડોદરામાં સગાઈ કરી હોવાનો દાવો!
ન્યૂઝ18એ 13 માર્ચના રોજ એ દાવો કરતા રિપોર્ટ ચલાવ્યો કે મુનમુન દત્તાએ તેમના કરતા 9 વર્ષ નાના રાજ અનડકટ સાથે ગુજરાતના વડોદરામાં સીક્રેટ રીતે સગાઈ કરી લીધી છે. આ ફંક્શનમાં બંનેના પરિવારજનો હાજર હતા અને આ સંબંધ સામે કોઈને કોઈ વાંધો નથી.
પહેલા પણ ઉડી હતી અફેરની અફવા!
આ પહેલીવાર નથી કે જ્યારે મુનમુન દત્તા (MunmunDutta) અને રાજ અનડકટને લઈને આવી અફવાઓ સામે આવી હોય. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે અને ડેટિંગ કરી રહ્યા છે, લોકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પણ આ વિશે જાણતા હતા, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT