ગુજ.યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક મુદ્દે NSUI મેદાનમાં, કહ્યું- કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાલક્ષી ચુસ્ત નિયમો બનાવાયા છે. વિદ્યાર્થીઓની તમામ વિગતો ગુપ્ત રહે તથા ભેદભાવ વિના પેપરની ચકાસણી થાય એના માટે બારકોડ, CCTV સહિતની સુરક્ષા ગોઠવવામાં આવી છે. છતા અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી BA સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડેટાલીક થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે ચોક્કસ વિદ્યાર્થીઓને પાસ કરવાથી લઈ વધુ માર્ક્સ આપવા સુધીના આક્ષેપો લગાવાઈ રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે NSUIએ કાયદેસરની તપાસ હાથ ધરવા ટકોર કરી છે.

કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓના ડેટા લીક કેવી રીતે થયા! – નારાયણ ભરવાડ, NSUI
ગુજરાત યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થવાની જે ઘટના છે એ અંગે ગુજરાત તક સાથે NSUIના પ્રવક્તા નારાયણ ભરવાડે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ જ્યાં પરીક્ષા આપવા જાય છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત હોય છે. જેથી કરીને કોઈ ગેરશિસ્ત ન થાય. એના માટે CCTV પણ લગાડવામાં આવ્યા છે. વળી વિદ્યાર્થીઓની માહિતી પણ ગુપ્ત રાખવા માટે બારકોડ સ્ટિકર તથા નામ ન પ્રકાશિત થાય એના માટે ખાખી સ્ટિકર પણ અપ્લાય કરવાનું હોય છે. તેમ છતા જો ડેટા લીક થયા હોય તો આ એક મોટો છબરડો કહેવાય.

ADVERTISEMENT

બારકોડનો અર્થ શું? કાયદેસરની તપાસ હાથ ધરવા ટકોર
નારાયણ ભરવાડે વધુમાં કહ્યું કે અત્યારે જે ડેટા લીક થઈ હોવાની ઘટના છે એ મુદ્દે યુનિવર્સિટી દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાવી જોઈએ. જો કોઈ પણ ફિલ્ડમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય પરંતુ બારકોડ સ્ટિકર હોવા છતા કેટલાકના ડેટા લીક થાય તો આ ચિંતાજનક ઘટના કહેવાય. હવે આ ડેટા ચોરી થયો છે કે પછી લીક કરવામાં આવ્યો છે એનો તો યોગ્ય કાયદેસરની તપાસ હાથ ધરાય પછી જ ઘટસ્ફોટ થઈ શકે છે.

માર્ક સુધારવામાં આવેલા વિદ્યાર્થીઓના બારકોડ નંબર લીક?
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સના આધારે અત્યારે કેટલાક વિદ્યાર્થીઓના નામ અને બારડોડ નંબર લીક થયા છે. જેમાં કયા વિષયમાં તેઓ પાસ થયા તથા કયા વર્ષમાં થયા એની પણ માહિતી બહાર આવી હતી. તેવામાં સવાલ એ થાય છે કે બારકોડની સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓની અંગત માહિતી છતી કેવી રીતે થઈ. અત્યારે જોકે તપાસ સમિતિની રચના નથી થઈ જેથી કોઈ યોગ્ય તારણ આવી શક્યું નથી. પરંતુ આ અગંત માહિતી લીક થતા અત્યારે હોબાળો મચી જવા પામ્યો છે.

ADVERTISEMENT

એવા દાવાઓ કરાઈ રહ્યા છે કે લીક થયેલા બારકોડ નંબરવાળા વિદ્યાર્થીઓને રિઝલ્ટમાં માર્ક્સમાં ફેરફાર કરાયા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સાબિતી થઈ શકી નથી.

ADVERTISEMENT

(હજુ સુધી આ મુદ્દે સત્તાવાર તપાસ સમિતિની રચના નથી થઈ કે નિર્ણય આવ્યો નથી, એટલે ગુજરાત તક આ આક્ષેપોની પુષ્ટિ કરતું નથી.)

    follow whatsapp

    ADVERTISEMENT