રીક્ષા ચાલક વિક્રમે કહ્યું- ભાજપ પહેલાથી જ મારો પ્રિય પક્ષ છે, મને કેજરીવાલના સંબોધન વિશે નહોતી જાણ!
સૌરભ વક્તાનિયા/ અમદાવાદઃ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાનના ઓટોચાલકો સાથેના સંવાદ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે અહીં એક રીક્ષા ચાલકે તેમને ઘરે ડિનર કરવા…
ADVERTISEMENT
સૌરભ વક્તાનિયા/ અમદાવાદઃ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાનના ઓટોચાલકો સાથેના સંવાદ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે અહીં એક રીક્ષા ચાલકે તેમને ઘરે ડિનર કરવા માટે આમંત્રિત કરતા તેઓ ભોજન કરવા પહોંચ્યા હતા. તેવામાં હવે આ રીક્ષા ચાલક વિક્રમ દંતાણી ભાજપની સભામાં જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. AAPના મનોજ સોરઠિયા બાદ અને રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ ગુજરાત તક સાથેની વાતચીતમાં આ ભાજપની સભા મુદ્દે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ભાજપ પહેલાથી જ મારો પ્રિય પક્ષ રહ્યો છે. તથા મને તો જાણ પણ નહોતી કે હું જે કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલને મળ્યો તે AAPનો હશે. હું તો ઓટો ડ્રાઈવરના સંબોધન મુદ્દે આમાં જોડાયો હતો.
હું AAPમાં જોડાયેલો નથી- રીક્ષા ચાલક
રીક્ષા ચાલકે જણાવ્યું કે ભાજપ પહેલાથી જ મારો પ્રિય પક્ષ છે. મે તો એ સંબોધનમાં ઓટો ચાલકોનો મુદ્દો હતો એટલે ભાગ લીધો હતો. મને નહોતી જાણ કે આમાં આમ આદમી પાર્ટી કે કેજરીવાલ હશે. હું ઈંધણના વધતા જતા ભાવ સહિત અમારા યુનિયનના મુદ્દાઓ પર ચર્ચા થાય એના કારણે આવ્યો હતો. આ સંબોધનમાં મેં અરવિંદ કેજરીવાલને મારા ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. જે તેમને સ્વીકાર્યું અને અમારા ઘરે આવ્યા હતા. હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો નથી.
હું ભાજપની વિકાસ યાત્રા રેલીમાં પણ જોડાયેલો છું- રીક્ષા ચાલક
ભાજપ મારો પ્રિય પક્ષ છે અને હું તેના ઘણા કાર્યક્રમમોમાં જોડાયેલો રહ્યો છું. આ દરમિયાન ભાજપની વિકાસ યાત્રા દરમિયાન પણ હું જોડાયો હતો. ત્યાં મેં ગાંધીનગર, કલોક અને માણસા વોર્ડની મુલાકાત પણ કરી હતી.
ADVERTISEMENT
કેજરીવાલ રિક્ષામાં ઘરે જમવા આવતા વિવાદ સર્જાયો…
આ દરમિયાન પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને પ્રોટોકોલ અંતર્ગત રોકવામાં આવ્યા હતા. તેમણે સુરક્ષા મુદ્દે રીક્ષામાં જવાની ના પાડી હતી. જોકે અરવિંદ કેજરીવાલે સામાન્ય જનતાનો ભાગ હોવાનું જણાવ્યું અને રીક્ષામાં જ ઘરે ભોજન લેવા માટે આવ્યા હતા.
ADVERTISEMENT