AAPને મળ્યો ઓટો ડ્રાઈવરનો સાથ, ઝાડું લઈને બોલ્યો- ચૂંટણીમાં કમળ અને પંજાનો સફાયો કરશે કેજરીવાલ
અમદાવાદઃ ગુજરાત સરકારથી નારાજ એવી તમામ જનતાને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં આજે સોમવારે અરવિંદ કેજરીવાલ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત સરકારથી નારાજ એવી તમામ જનતાને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં આજે સોમવારે અરવિંદ કેજરીવાલ ઓટો ડ્રાઈવરોને આકર્ષવા માટે તેમને મોટા વચનો આપ્યા છે અને સંવાદ કરી પડતર પ્રશ્નોનો ઉકેલ કરવા માટેની ખાતરી પણ આપી દીધી છે. તેવામા ગુજરાત તક દ્વારા ઓટો ડ્રાઈવર સાથે ખાસ ચર્ચા કરી હતી. આ દરમિયાન એક ઓટો ચાલક ઝાડુ લઈને આવી ગયો અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા લાગ્યો હતો. બીજી બાજુ ઓટો ડ્રાઈવરોએ મોંઘવારી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.
કેજરીવાલ સરકાર સારી ન હોત તો દિલ્હી-પંજાબમાં ન જીતી હોત
અરવિંદ કેજરીવાલ અંગે કાલુપુરના ઓટો ડ્રાઈવર્સ ઘણા ઉત્સાહી જોવા મળ્યા હતા. તેમણે હવે મોંઘવારી સહિત CNGના ભાવ વધારાથી કેજરીવાલ જ બચાવી શકશે એવી આશા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે આ દરમિયાન એક ઓટો ડ્રાઈવર ઝાડું લઈને સંવાદ કરવા પહોંચ્યો હતો. તેણે કહ્યું કે AAPનું ઝાડુ કમળ અને પંજાનો સફાયો કરી શકે છે. અત્યારે અમને કેજરીવાલે આપેલી ગેરન્ટી પર વિશ્વાસ રાખીએ છીએ.
લોકડાઉનમાં અમને કોઈ મદદ ન મળી- ઓટો ડ્રાઈવરઅરવિંદ કેજરીવાલની સરકાર બને એની માગ સાથે ઓટો ડ્રાઈવર બોલ્યો કે અત્યારે મોંઘવારીની મારથી અમને મોટો ફટકો પડ્યો છે. અમારે રિક્ષા ચલાવીને કમાણી કરતાની સાથે ગેસના ભાવનો ખર્ચ ઉઠાવવાની સાથે હવે ઘર ચલાવવાનું તથા બાળકોનું ભણાવવાનું પણ છે. જે હવે મોંઘવારીના સતત માર વચ્ચે મુશ્કેલ જણાઈ રહ્યું છે. AAPની સરકાર પંજાબ અને દિલ્હીમાં સફળ છે. જેને જોતા એમના કામમાં કઈ તો હશે કે આ રાજ્યોમાં સફળતા મેળવી છે. ઓટો ડ્રાઈવરે વધુમાં કેજરીવાલને ગેરન્ટીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
With Input- ગૌતમ જોશી
ADVERTISEMENT
ADVERTISEMENT