ઓસ્ટ્રેલિયન દુલ્હો ઘોડી પર ચઢીને ગીરમાં ગુજરાતી કન્યાને પરણવા પહોંચ્યો, ગુજરાતી પરંપરા પ્રમાણે કર્યા લગ્ન

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભાર્ગવી જોશી,જૂનાગઢઃ સાત દરિયાપારની લવસ્ટોરી તો આપે સાંભળી જ હશે.જૂનાગઢમાં પણ આવી જ એક સ્ટોરી સામે આવી છે. ઓસ્ટ્રેલિયન વરરાજો ગુજરાતની ગોરી સાથે પરણ્યો છે. ગીરમાં પરણવા માટે આવ્યો હતો, ઘોડા પર ચઢ્યો, પીઠી ચોળાવી અને રાસ પણ રમ્યો. હિન્દુ પરંપરા પ્રમાણે ઓસ્ટ્રેલિયન યુવક ટોબને મૂળ માંગરોળના નાગર પરિવારની દિકરી સાથે લગ્ન કર્યા
વિદેશી ગોરાએ હિન્દુ વિધીથી કર્યા લગ્ન
મૂળ ગુજરાતી અને જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહીશ દિગેનભાઈ નાગર છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. દિગેનભાઈની પુત્રી કે જેનું નામ “નમી” છે તેનું સગપણ ઓસ્ટ્રેલિયન મૂળના “ટોબન” નામના યુવક સાથે થયું. બંને પરિવારોમાં આ સગાઈને લઈને ખુબ ખુશીનો માહોલ છવાયેલો હતો. સગપણ બાદ દીગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી કે પોતે મૂળ ગુજરાતી છે તો એમને એવી અપેક્ષા છે કે નમી અને ટોબનના લગ્ન હિંદુ પરંપરા અને વિધિથી ગુજરાતમાં થાય. આ વાતનો ટોબનના પરિવારે સ્વીકાર કર્યો અને વિદેશી બાબુ ગુજરાત આવી પહોંચ્યા.
મકરસંક્રાતિ બાદ લેવાયા લગ્ન
મકરસંક્રાંતિ બાદ શુભ મુહૂર્તમાં નાગર પરિવાર દ્વારા ઑસ્ટ્રેલિયન મૂળના વરરાજા ટોબનને કંકોત્રી લખવામાં આવી. પરંપરા પ્રમાણે વરરાજાના ઘરે નિમંત્રણ આપવામાં આવ્યું અને વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં નમીને પરણવા માટે આવી પહોંચ્યા.
ઘોડે ચઢ્યો ઓસ્ટ્રેલિયન દુલ્હો
ઓસ્ટ્રેલિયાથી આવેલી જાન કે જેઓ ગુજરાતીમાં અને વિધિમાં વધુ સમજતા ન હતા. પરંતુ ગુજરાતી પરંપરાને અનુસર્યા જરૂર હતા. વરરાજા ટોબન તો ઘોડા પર ચઢી અને મંડપમાં આવ્યા હતા. લગ્નમાં ટોબને પીઠી લગાવી હતી. કન્યા નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાનો સૌ ગુજરાતી રાસ ગરબામાં જૂમી ઉઠ્યા હતા. તો મંડપની અંદર હસ્તમેળાપ, મંગળ ફેરા  સહિત તમામ હિન્દુ વિધિ ટોબને પૂર્ણ કરી. ઓસ્ટ્રેલિયાના ટોબન અને નમી બંને પરિવારોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. અને બંને પરિવારોમાં આનંદની અનૂભૂતી જોવા મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT