રાજકોટમાં નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ, લોકોએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા ,રાજકોટ: રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધવા લાગી છે. આ સાથે જ સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે રાજકોટમાં આવી એક ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક એઈમ્સમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી ઉપર દુષ્કર્મનો પ્રયાસની ઘટનાથી હાહાકાર મચ્યો છે. આ સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠયા છે.

શનિવાર રાત્રિના સમયે એઈમ્સ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી યુવતી હોસ્પિટલથી ઘરે જઈ રહી હતી. તે દરમ્યાન એક યુવક દ્વારા માધાપર ચોકડી પાસે આવેલ અવાવરૂ જગ્યા પર યુવતી સાથે બળજબરી કરતા અને યુવતી નરાધમ દ્વારા તેની હવશોનો શિકાર બાનવવા માટે અવાવરૂ જગ્યા પર લઈ જતા યુવતી દ્વારા પડકાર ફેંકતા નરાધમ યુવકની ચુંગાલમાંથી યુવતી છૂટવામાં સફળ રહી હતી.  ત્યારે સમગ્ર ઘટનાની વાત સ્થાનિકોમાં કહેતા મહાવીર સોસાયટીના રહીશોમાં પણ ભારે ફફડાટ જોવા મળ્યો હતો .

સ્થાનિકોની વ્યથા
ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા જણાવાયુ હતુ કે, અમારે અહી વિસ્તારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા પર સ્ટ્રીટ લાઈટ પણ નથી કે સારા રસ્તા પણ નથી. અને રાત્રીના સમયે આગળના ભાગમાં જાડી જાખરા હોવાથી રાત્રીના સમયે નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. પોલીસ પણ એવું ખાસ અહી પેટ્રોલિંગ પણ કરતી નથી. જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક સર્જાયો કારનો ગંભીર અકસ્માત, બે મિત્રોના ઘટના સ્થળે જ મોત

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠયા સવાલો 
તો શું રાજકોટ પોલીસ દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો તેવી ઘટના રાજકોટમાં પણ બને તેની રાહ જોઈ રહી છે કે શું?  જેવી સ્થાનિકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે એ.સી ચેમ્બરમાં બેઠેલ રાજકોટ પોલીસ હવે કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT