BREAKING: સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
સુરત: સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાપોદરા વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અલ્પેશ કથીરિયા…
ADVERTISEMENT
સુરત: સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાપોદરા વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અલ્પેશ કથીરિયા અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં રીક્ષા ચાલકે હુમલો કરતા ઈજાગ્રસ્ત કથીરિયાને હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
રીક્ષા ચાલકે દંડાથી હુમલો કર્યો
પ્રાપ્ત વિગત મુજબ, PAASના કન્વિનર અલ્પેશ કથીરિયા પર સુરતના કાપોદરા વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયા બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકને સરખી રીતે વાહન ચલાવવા માટે કહેતા બબાલ થઈ હતી. જેથી રીક્ષા ચાલકે દંડા વડો હુમલો કરતા અલ્પેશ કથીરિયાને ઈજા પહોંચી હતી. હાલમાં ઈજાગ્રસ્ત કથીરિયાને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા પહોંચી
રીક્ષા ચાલકે જાહેરમાં જ PAAS નેતાને લાકડાના ફટકા મારતા રોડ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રીક્ષા ચાલકે લાકડાના ફટકા મારતા લોકોનું ટોળું તેને પકડવા પાછળ દોડ્યું હતું. ઘટનામાં અલ્પેશ કથીરિયાના હાથમાં ઈજા પહોંચી હતી. જ્યારે રીક્ષા ચાલક ત્યાં જ પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા રીક્ષા ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT