CMના શપથગ્રહણ સમારોહમાંથી પાછા જતા ભાજપના નેતાની કાર પર પથ્થરમારો
મોરબી: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય જીત બાદ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીની શપથવિધિ યોજાઈ ગઈ. પાટનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા…
ADVERTISEMENT
મોરબી: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય જીત બાદ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીની શપથવિધિ યોજાઈ ગઈ. પાટનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં હાજરી આપીને ઘરે જતા સમયે મોરબીમાં ભાજપના આગેવાનની કાર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.
CMના શપથગ્રહણ સમારોહ બાદ ભાજપના નેતાની કાર પર હુમલો
મોરબીમાં ભાજપના અગ્રણી હસુભાઈ સોરીયા, મહેશ આહીર તથા ચિરાગ કણઝારીયા ગઈકાલે ગાંધીનગરમાં શપથગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જોકે રસ્તામાં પરત ફરતા સમયે હળવદના સુંદરગઢ ગામ નજીક તેમની કાર પર કેટલાક અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં સદનસીબે કોઈને ઈજા નહોતી પહોંચી પરંતુ ભયનું વાતાવરણ થોડીવાર માટે ફેલાઈ ગયું હતું.
નેતાએ અન્ય વાહનચાલકોને સાવચેત રહેવા અપીલ કરી
પથ્થરમારાની આ ઘટનામાં ભાજપના નેતા જે કારમાં સવાર હતા તેનો કાચ તૂટી ગયો હતો. હાલમાં તો આ હુમલો કરવા પાછલ લૂંટ કે અન્ય કોઈ ઈરાદો હતો તો મુદ્દે સ્પષ્ટતા થઈ શકી નથી. એવામાં ભાજપના જ નેતાએ હુમલા બાદ આ રસ્તેથી આવનારા વાહનચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT