ચૂંટણી જંગ ફરી લોહિયાળ બન્યો, અમદાવાદમાં AAPના ઉમેદવાર પર જીવલેણ હુમલો, VIDEO સામે આવ્યો
અમદાવાદ: ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ખરેખર લોહિયાળ સાબિત થઈ રહી છે. અમદાવાદના ઠક્કરબાપા નગર બેઠકથી AAPના ઉમેદવાર પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ખરેખર લોહિયાળ સાબિત થઈ રહી છે. અમદાવાદના ઠક્કરબાપા નગર બેઠકથી AAPના ઉમેદવાર પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઉમેદવારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ હુમલા પાછળ ભાજપના લોકો હોવાનો આક્ષેપ AAP દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે ઠક્કરબાપા નગર બેઠક પર પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
AAPના ઠક્કરબાપા નગર બેઠકના ઉમેદવાર પર હુમલો
ઘટનાની વિગતો મુજબ, ગઈકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ AAPના ઠક્કરબાપા નગરના ઉમેદવાર સંજય મોરીએ પોતાના કાર્યકરોની એક મીટિંગ બોલાવી હતી. જોકે ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા સંજય મોરી પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં ઉમેદવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે AAPના કાર્યકરો બાપુનગર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.
ઠક્કરનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી સંજય મોરી ઉપર હારના ડરથી ભાજપના ગુંડાઓનો જીવલેણ હુમલો..
ગુજરાત હવે ભ્રષ્ટ ભાજપની ગુંડાગીરીથી ત્રસ્ત છે અને એમનો સફાયો કરવા તૈયાર છે.
પરિવર્તન નિશ્ચિત છે. pic.twitter.com/YZrXzVBV7m
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 3, 2022
ADVERTISEMENT
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ પર કર્યો આક્ષેપ
હુમલા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ ગુંડા ગર્દી પર ઉતરી આવ્યું છે !ભાજપના નમાલા શાસકો કાયદો અને વ્યવસ્થા જાળવી નથી શકતા ! હાર ભાળી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જીવલેણ હુમલો કર્યો છે ! ગુજરાતની જનતાને વિનંતી કે આ વખતે કોઈ પણ ભોગે ગુંડા પાર્ટી ભાજપને કાઢો ! સગો ભાઈ ઉભે તોય ભાજપને મત ના આપતા ! પાપી છે.
ભાજપ ગુંડા ગર્દી પર ઉતરી આવ્યું છે !ભાજપના નમાલા શાસકો કાયદો અને વ્યવસ્થા જાળવી નથી શકતા ! હાર ભાળી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જીવલેણ હુમલો કર્યો છે ! ગુજરાતની જનતાને વિનંતી કે આ વખતે કોઈ પણ ભોગે ગુંડા પાર્ટી ભાજપને કાઢો ! સગો ભાઈ ઉભે તોય ભાજપને મત ના આપતા ! પાપી છે https://t.co/A7I66WCUPk
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 3, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT