ડીસા લવજેહાદ કેસની તપાસ અમદાવાદ પહોંચી, જુહાપુરામાં કેટલાક લોકોની ATSએ કરી પૂછપરછ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ડીસામાં થોડા દિવસ અગાઉ ચર્ચામાં આવેલા લવજેહાદ મુદ્દે તપાસનો ધમધમાટ હવે અમદાવાદ પહોંચ્યો છે. લવ જેહાદ મામલે ATSએ અમદાવાદના જુહાપુરામાં કેટલાક લોકોની પૂછપરછ કરી છે. જ્યારે કેસના આરોપીની વધુ રિમાન્ડ માટે ATS કોર્ટ પહોંચી છે. આરોપીઓની ધર્મ પરિવર્તન, ખંડણી, આપઘાતના દુષ્પ્રેરણા મુદ્દે પૂછપરછ કરાશે. આ સાથે જ આરોપીઓને મદદ કરવા મામલે અમદાવાદમાં મકાન ભાડે આપવા તથા મદદ કરવા મુદ્દે જાહેરનામા ભંગની પણ ભલામણ કરી છે.

શું હતો સમગ્ર મામલો?
ડીસામાં થોડા દિવસ અગાઉ લવજેહાદ મુદ્દે પાંચ લઘુમતી કોમના લોકો સામે પ્રથમ ફરિયાદ અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડીસાના માલગઢ ગામની યુવતી આ લવજેહાદ પ્રકરણનો ભોગ બની હતી અને તેણે મુસ્લિમ યુવક સાથે ધર્મપરિવર્તન કરી લગ્ન કર્યા હતા. પોતાની દીકરીના લગ્ન અને ધર્મપરિવર્તન બાદ યુવતીની માતા અને યુવતીના ભાઈએ પણ ધર્મપરિવર્તન કરી, પોતાનું ઘર છોડી અલગ રહેવાનું શરૂ કર્યું હતું. જોકે પોતાનો આખો પરિવાર લવજેહાદે વિખરાઈ જતા ઘરના મોભી એવા પિતાએ લોકલાજ ડરથી ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ચાર દિવસની સારવાર બાદ, પીડિત પિતાને સઘન સારવારે તબીબોએ બચાવ્યા હતા.

પીડિતાના પિતાની ફરિયાદના આધારે 5ની અટકાયત કરાઈ હતી
જોકે પીડિત પિતાના ભાઈની ફરિયાદ આધારે પોલીસે પાંચ વિધર્મી અપરાધીઓની અટકાયત કરી હતી. જ્યારે બીજી તરફ હિન્દૂ સંગઠનોએ ડીસા બંધનું એલાન આપતા અને લવજેહાદ મુદ્દે રેલી કાઢી, પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.આ રેલીમાં માળી સમાજના આગેવાનો, સ્થાનિક ભાજપ ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાં અને પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત સહીત અનેક આગેવાનોએ રેલીની આગેવાની લઇ,આવી ઘટનાઓ ભવીષ્યમાં બનશે તો સાખી લેવાશે નહીં તેવી ચેતવણી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT