મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત લથડી, તાત્કાલિક સારવાર શરૂ કરાઈ
જુનાગઢઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 788 ઉમેદવારોના ભવિષ્ય સાંજે 5 વાગ્યા સુધીમાં EVMમાં કેદ થઈ જશે. તેવામાં ચૂંટણીમાં મતદાનનો…
ADVERTISEMENT
જુનાગઢઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 788 ઉમેદવારોના ભવિષ્ય સાંજે 5 વાગ્યા સુધીમાં EVMમાં કેદ થઈ જશે. તેવામાં ચૂંટણીમાં મતદાનનો ધમધમાટ પણ શરૂ ગયો છે. જોકે જુનાગઢના શાપુર ખાતે ફરજ બજાવી રહેલા પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને સ્વાસ્થ્ય આધારિત મુશ્કેલીઓ ઉભી થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવા પડ્યા છે.
પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત બગડી
જુનાગઢના શાપુર ખાતે ફરજ પર રહેલા પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત લથડી ગઈ છે. જેના કારણે તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે અત્યારે સારવાર હેઠળ ખસેડી દેવાયા છે. જેના કારણે અત્યારે રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરને ફરજ પર મુકાયા છે.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
ADVERTISEMENT
- મતદાર ફોટો ઓળખપત્ર,
- આધાર કાર્ડ,
- મનરેગા જોબ કાર્ડ,
- પાન કાર્ડ બેંક,
- પોસ્ટ ઓફિસની પાસબૂક(ફોટોગ્રાફ સાથે),
- શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
- ડ્રાઈવીંગ લાઈસન્સ,
- પાસપોર્ટ,
- કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે),
- નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ,
- પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે),
- સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર
With Input: ભાર્ગવી જોશી
ADVERTISEMENT