Valentine’s Day: પ્રેમી યુગલોમાં ખાસ જાણીતા અમદાવાદના આ મંદિરમાં એકસાથે 5 કપલ લગ્ન કરવા પહોંચ્યા
અમદાવાદ: એકબાજુ અમદાવાદ સહિત દેશભરમાં પ્રેમી યુગલો પ્રેમના દિવસે એવા વેલેન્ટાઈન્સ ડે મનાવી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમની સંસ્કૃતિની વિરુદ્ધ હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરી…
ADVERTISEMENT
અમદાવાદ: એકબાજુ અમદાવાદ સહિત દેશભરમાં પ્રેમી યુગલો પ્રેમના દિવસે એવા વેલેન્ટાઈન્સ ડે મનાવી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમની સંસ્કૃતિની વિરુદ્ધ હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદમાં પ્રેમી યુગલોના લગ્ન માટે જાણીતા લગનીયા હનુમાનજી મંદિરમાં આજે લગ્ન કરવા માટે યુગલોમાં લાઈન લાગી હતી. સવારથી જ અત્યાર સુધીમાં મંદિરમાં લગ્ન કરવા માટે 5 જેટલા યુગલો પહોંચી ચૂક્યા છે.
લગનિયા હનુમાનજીમાં એક જ દિવસમાં 5 યુગલો પહોંચ્યા
અમદાવાદના મેઘાણીનગરમાં આવેલા લગનિયા હનુમાન મંદિરમાં અત્યાર સુધીમાં અંદાજે 15 હજારથી વધુ પ્રેમી યુગલો લગ્ન કરી ચૂક્યા છે. સમાજ અને પરિવારના તિરસ્કાર વચ્ચે પ્રેમી હૈયાઓ હનુમાનજીની સાક્ષીએ આ મંદિરમાં લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. ત્યારે આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે મંદિરમાં 5 જેટલા પ્રેમી યુગલો લગ્ન કરવા માટે પહોંચ્યા હતા અને પ્રેમના દિવસની સાથે જ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: Valentine’s Day: મોડાસામાં 12 વર્ષથી બીમાર પત્નીની સેવા કરી પ્રેમની અભિવ્યક્તિ
ADVERTISEMENT
મંદિરમાં અગાઉ કોર્ટ ચાલતી હતી ત્યારથી પ્રેમી યુગલો ત્યાં આવે છે
લગનિયા હનુમાનજીના નામથી પ્રેમી યુગલોમાં જાણીતા આ મંદિરનું ખાસ મહત્વ છે. જેમાં જાતિ કે ધર્મનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. આ મંદિરમાં ભૂકંપ બાદથી જ પ્રેમી યુગલોના લગ્ન કરાવવાની શરૂઆત થઈ હતી. પહેલા મંદિર પરિસરમાં કોર્ટ હતી એટલે લોકો ત્યાં કોર્ટ મેરેજ માટે આવતા પરંતુ બાદમાં કોર્ટને અન્ય સ્થળે ખસેડવામાં આવતા પ્રેમ લગ્નની જવાબદારી લગનિયા હનુમાનજીએ લીધી અને ત્યારથી આજ સુધી હજારો પ્રેમી યુગલો મંદિરમાં એક થયા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT