ભૂકંપથી તુર્કી-સીરિયામાં આખે આખા શહેરો તબાહ, 360થી વધુનાં મોત, 40 સેકન્ડ સુધી હલતી રહી જમીન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈસ્તાંબુલ: તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 ની હતી. આટલા તીવ્ર આંચકાથી બંને દેશોના ઘણા શહેરોમાં સેંકડો બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ. અત્યાર સુધીમાં બંને દેશોમાં 360 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જમીનથી 17.9 કિમી નીચે ભૂકંપ
તુર્કીમાં ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. જમીનથી 17.9 કિલોમીટર અંદર આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાજિયાંટેપ પાસે હતું. આ સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર છે. એવામાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ્સ મુજબ બંને દેશોની બોર્ડર આસપાસ ભૂકંપથી ખૂબ તબાહી મચી છે.

ADVERTISEMENT

6 વખત આવ્યા જોરદાર આંચકા
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાને ટ્વીટ કરીને જણાવ્યું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 વખત આંચકા આવ્યા. ઈરદુગાને લોકોને અપીલ કરી છે કે તેઓ ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગમાં પ્રવેશ ન કરે.

ADVERTISEMENT

40 સેકન્ડ સુધી જમીન હલતી રહી
7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. તેનાથી લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છે. બંને ભૂકંપોમાં તુર્કી અને સીરિયા ઓછામાં ઓછા 6 વખત જોરથી હલ્યા. સૌથી મોટો આંચકો 40 સેકન્ડ સુધી અનુભવાયો. તેના કારણે જ ભારે તબાહી થઈ. તુર્કી ચાર ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર વસેલું છે. આથી કોઈપણ પ્લેટ પર હલનચલનથી સમગ્ર વિસ્તાર હલી જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT