ASIA CUPમાં પાકિસ્તાન હારી જતા CM ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉજવણી! ટ્વીટ કરી કહ્યું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુબઈઃ ભારતે એશિયા કપમાં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. ટીમે 5 વિકેટથી પાકિસ્તાનને હરાવી વર્લ્ડ કપની હારનો બદલો લઈ લીધો છે. તેવામાં ભારતની આ શાનદાર જીતના બંને હિરો એવા હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા મૂળ ગુજરાતી છે. જેમને શુભેચ્છા પાઠવવા માટે તથા ભારતની આ જીતની ઉજવણી માટે CM ભૂપેન્દ્ર પટેલે ખાસ ટ્વીટ કર્યું હતું. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે વિસ્ફોટક બેટિંગ કરી બાજી પલટી નાખી. હાર્દિક અને જાડેજાની મેચ વિનિંગ પાર્ટનરશિપ રહી.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું..
એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે ભૂપેન્દ્ર પટેલે એના માટે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે ખાસ કરીને ગુજરાતના રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની જોડીના વખાણ કર્યા હતા. તેમણે આ બંનેની જોડીને ડબલ એન્જિન સાથે સરખાવીને ભારતની જીતનો શ્રેય આપ્યો હતો.

ADVERTISEMENT

f2

જુઓ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહેલી છેલ્લી 5 ઓવર

ADVERTISEMENT

16મી ઓવર
હાર્દિક પંડ્યા અને જાડેજાએ 16મી ઓવરમાં 10 રન ઉમેર્યા હતા. આ ઓવરમાં શાહનવાઝ દહાની બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં કોઈ બાઉન્ડ્રી મળી નહોતી. ત્રણ એક્સ્ટ્રા રન મળ્યા.

ADVERTISEMENT

17મી ઓવર

  • ભારતને છેલ્લી ચાર ઓવરમાં 41 રનની જરૂર હતી.
  • હાર્દિક અને જાડેજાએ 17મી ઓવરમાં 9 રન કર્યા હતા.
  • હરિસ રઉફની આ ઓવરમાં ત્રણ વાઈડ આવ્યા.
  • આ ઓવરમાં પણ કોઈ બાઉન્ડ્રી આવી નહોતી.

18મી ઓવર

  • ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં 32 રનની જરૂર હતી.
  • 18મી ઓવરમાં જાડેજાએ એક સિક્સર અને એક ફોર ફટકારી અને ટીમે આ ઓવરમાં કુલ 11 રન કર્યા.
  • એક રન વાઈડથી મળ્યો.

f10

19મી ઓવર

  • છેલ્લી બે ઓવરમાં ભારતને જીતવા માટે 21 રનની જરૂર હતી.
  • હાર્દિકે હરિસ રઉફની 19મી ઓવરના છેલ્લા ત્રણ બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • મેચ અહીં જ પલટાઈ ગઈ કારણ કે આ ઓવરમાં કુલ 14 રન આવ્યા હતા.

20મી ઓવર

  • ભારતને છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. ત્યારે પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝ બોલિંગ કરવા આવ્યો હતો.
  • 20મી ઓવરના પહેલા જ બોલ પર નવાઝે જાડેજાને ક્લીન બોલ્ડ કર્યો હતો.
  • જાડેજા 29 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવીને આઉટ થયો હતો.
  • બીજા બોલ પર દિનેશ કાર્તિકે એક રન લીધો હતો.
  • ત્રીજા બોલ પર કોઈ રન નોંધાયો નહીં.
  • હાર્દિકે ચોથા બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT