અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે, આ દિગ્ગજે નોમિનેશન ફોર્મ મંગાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ 1.30 કલાક સુધી ચાલી હતી. જોકે ત્યારપછી અશોક ગેહલોતે જાહેરાત કરી દીધી કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી લડશે નહીં. એટલું જ નહીં તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં જે કંઈપણ થયું છે તેના માટે મને ઘણુ દુઃખ છે. મને આઘાત લાગ્યો છે. આ મુદ્દે ગેહલોતે સોનિયા ગાંધી પાસે માફી પણ માગી લીધી છે.

હું કોંગ્રેસનો વફાદાર સિપાહી છું- ગેહલોત
અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથેની મુલાકાત પછી કહ્યું કે 50 વર્ષથી ઈંદિરા ગાંધીના સમયથી જ હું કોંગ્રેસનો એક વફાદાર સિપાહી તરીકે કામ કરી રહ્યો છું. મારા પર વિશ્વાસ રાખી જે જવાબદારી સોંપવામાં આવી છે, તેને હું પ્રામાણિકતાથી નિભાવીશ. ઉલ્લેખનીય છે કે અગાઉ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે અશોક ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આ મુદ્દે તેઓ પોતે પણ કહી ચૂક્યા હતા કે હું ચૂંટણી લડીશ પરંતુ અચાનક તેમણે હવે ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી છે.

અશોક ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધીએ જ્યારે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી, ત્યારે મેં તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે હું અધ્યક્ષ પદેથી ચૂંટણી લડીશ. ત્યારપછી રાજસ્થાનમાં જે ઘટના થઈ એણે મને હચમચાવી દીધો છે. સમગ્ર દેશમાં એ મેસેજ વહેતો થયો હતો કે હું સી.એમ. બન્યો રહેવા માગુ છું. મેં આના માટે સોનિયા ગાંધી પાસેથી માફી માગી છે. હું કોંગ્રેસને વફાદાર છું. માફીનામું લઈને અશોક ગેહલોત સોનિયા ગાંધી પાસે પહોંચ્યા હતા.

રાજસ્થાનમાં ધારાસભ્યોએ રાજીનામું આપવાની જાહેરાત કરી
અશોક ગેહલોતે ચૂંટણી લડવાની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ રાજસ્થાનમાં સી.એમ. બદલાશે એવી ચર્ચાએ વેગ પકડતા જોવાજેવી થઈ હતી. ગેહલોત કેમ્પના 82 ધારાસભ્યોએ રાજીનામું સોંપી દીધું હતું. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા અજય માકન અને મલ્લિકાર્જૂન ખડગેએ પણ ધારાસભ્યો સામે શરત રાખીને મળવાની ના પાડી દીધી હતી. ત્યારપછી આ બંનેએ રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપી દીધો હતો.

ADVERTISEMENT

દિગ્વિજય સિંહ ઉતર્યા ચૂંટણીના મેદાનમાં
રાજસ્થાનમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે દિગ્વિજયસિંહે જાહેરાત કરી દીધી છે કે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેમણે ગુરૂવારે નોમિનેશન ફોર્મ ભરી લીધું છે. જે કાલે ભરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT