ગુજરાતમાં કોંગ્રેસની હાર પર અશોક ગેહલોતે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીની શરૂઆતથી લઈ અંત સુધી હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીની શરૂઆતથી લઈ અંત સુધી હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે ગુજરાતમાં ફક્ત 17 બેઠકો જ મેળવી છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની હારને લઈ અશોક ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણીમાં ઘણી ખામીઓ રહી હતી. અમારે પણ મોડું થયું હતું અને આપનું ભાજપ સાથે ગઠબંધન હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી હતી ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભારે નુકશાન પહોંચાડ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. કોંગ્રેસને 182 બેઠક માંથી ફક્ત 17 બેઠક પર જ જનતાએ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ દરમિયાન કોંગ્રેસની કારમી હાર પર અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં ઘણી ખામીઓ રહી. અમને પણ મોડું થયું. ત્યાં AAPએ આપણું ઘણું નુકસાન કર્યું. AAP ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. . તેઓ નાટક કરતા રહે છે, તેઓ મળ્યા છે.
આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, ભૂપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવ્યા
વર્ષ અને કોંગ્રેસની બેઠકો
1962- 113
1967- 93
1972- 140
1975- 75
1980- 141
1985- 149
1990- 33
1995- 45
1998- 53
2002- 51
2007- 59
2012- 61
2017- 77
2022- 17
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT