ગુજરાતની આ સીટ પર ભાજપ, કોંગ્રેસ, AAPથી પણ આગળ નીકળી ગઈ ઓવૈસીની પાર્ટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હાલમાં મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ 182માંથી 150 જેટલી બેઠકો પર લીડ મેળવીને આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસને 19 અને આમ આદમી પાર્ટીને 8 સીટ પર લીડ મળી છે. જોકે 4 અપક્ષ ઉમેદવારો પણ લીડમાં આગળ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ સૌ કોઈને ચોંકાવ્યા છે. ભુજમાં AIMIMના ઉમેદવાર આગળ છે.

કચ્છમાં AIMIMના ઉમેદવાર આગળ
ભુજ વિધાનસભા બેઠકમાં AIMIMની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા સકીલ સામા 426 લીડથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર કેશુભાઈ શિવદાસ પટેલ બીજા નંબરે છે. જોકે આ શરૂઆતના રૂઝાનમાં જ AIMIMએ લીડ મેળવી લેતા ચોક્કસપણે કહી શકાય કે AIMIMએ અન્ય પાર્ટીઓના વોટમાં ગાબડું પાડ્યું છે. જોકે આ શરૂઆતના વલણો છે અને મતગણતરીના આગળના રાઉન્ડમાં પણ તે લીડમાં આગળ રહે છે કે પછી અન્ય કોઈ પાર્ટી આગળ આવશે તે ખાસ જોવાનું રહેશે.

ખંભાળિયામાં ઈસુદાન આગળ
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની મતગણતરી બાદ ઈસુદાન ગઢવી ભાજપ અને કોંગ્રેસના ઉમદવારોથી ડબલ મતે આગળ ચાલી રહ્યા છે. તેઓ 6848 વોટથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના વિક્રમ માડમને બીજા રાઉન્ડના અંતે 3431 અને ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાને 3631 વોટ મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT