‘જેના કારણે બિલકિસ બાનોના 11 દોષિતો જેલથી છૂટ્યા એવા સંસ્કારી સી.કે રાઉલજીને તમે વોટ આપશો?’
શાર્દુલ ગજ્જર/ગોધરા: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આવ્યા હતા. તેમણે ગોધરામાં જનસભાને સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમને…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/ગોધરા: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આવ્યા હતા. તેમણે ગોધરામાં જનસભાને સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમને સાંભળવા માટે પહોંચ્યા હતા. ઓવૈસીએ ગોધરાની વિધાનસભા બેઠકના ઉમેદવાર શબ્બીર હસન મૌલવી માટે વોટ માગ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ભરોસે ન રહેતા હવે AIMIM તમારો વિકલ્પ આવી ગયો છે.
ભાજપના ઉમેદવાર પર ઓવૈસીને પ્રહાર
ઓવૈસીએ ગોધરામાં ભાજપના ઉમેદવાર સી.કે રાઉલજી પર નિવેદન આપતા કહ્યું કે, તેમના કારણે જ બિલકિસ બાનોના 11 દોષિતો જેલથી છૂટીને આવ્યા. આવા સંસ્કારી સી.કે રાઉલજીને તમે વોટ આપશો? કર્ણાટકના મુખ્યમંત્રી પર પણ તેમણે સવાલો કર્યા અને કોંગ્રેસ હવે ડૂબી ગઈ છે તેનો કોઈ સહારો નથી એમ કહ્યું હતું. કેજરીવાલ વિશે ઓવૈસીએ કહ્યું કે, ના દિલ્હીમાં ઠીક છે ના પંજાબમાં ઠીક છે તે ગુજરાતમાં આવીને શું ઠીક કરશે.
PM મોદીના વિકાસની વાત પર શું કહ્યું?
જ્યારે મોદી માટે કહ્યું કે, તમે વિકાસની વાત કરો છો પરંતુ ગોધરામાં વિકાસ નથી થયો. સૌનો સાથ, સૌનો વિકાસ તો અમારી મુસ્લિમ જનતા માટે વિકાસ કેમ નહીં. મુસ્લિમોને રોડ-પાણી જેવી સુવિધાઓ કેમ નહીં. દિલ્હીમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગોધરામાં પણ ભાજપની સરકાર છે. નગરપાલિકામાં પણ ભાજપ જ છે. તો અમારી સાથે આવો વ્યવહાર કેમ. અમારા વોટ જોઈએ પરંતુ અમારે પાણી અને રોડ માટે તમારી પાસે ભીખ માગવી પડે છે. મોદીજી આ કેવો વિકાસ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT