કેજરીવાલના પ્રવાસ પહેલા ઈસુદાને કોને ધમકી આપી? એવું ટ્વીટ કર્યું કે રાજકારણ ગરમાયું..
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં આ પ્રવાસ પહેલા ઈસુદાન ગઢવીએ એવી…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં આ પ્રવાસ પહેલા ઈસુદાન ગઢવીએ એવી એક ટ્વીટ કરી કે રાજકારણ ગરમાયું હતું. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે વડોદરામાં અમારો કાર્યક્રમ ન યોજાય એના માટે ભાજપે ઘણા કાવતરા કર્યા હતા. આની સાથે અરવિંદ કેજરીવાલે પણ એવો જવાબ આપ્યો કે વિવાદ ચર્ચામાં આવી ગયો છે.
इस तरह विरोधी पक्षों को कार्यक्रम करने से रोकना ठीक नहीं है। आप अपने कार्यक्रम कीजिए, बाक़ी सभी पार्टियों को अपने कार्यक्रम करने दीजिए। हार जीत तो लगी रहती है। इस तरह लोगों को धमकाना सही नहीं है। https://t.co/TR1NUl9VzR
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 19, 2022
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું…
કેજરીવાલે વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે સંકેત આપ્યા હતા કે આવી રીતે વિરોધ પક્ષના કાર્યક્રમ પર રોક લાદવી જરૂરી નથી. જે જે પાર્ટી કાર્યક્રમ કરવા માગે એને અનુમતિ મળી જવી જોઈએ. હાર જીત તો થતી રહે છે. આવી રીતે લોકોને ધમકી આપવી યોગ્ય નથી.
ADVERTISEMENT
ઈસુદાન ગઢવીએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ…
ગુજરાતમાં અત્યારસુધી ટીવી મીડિયાને ધમકાવી રાખતા હોવાનો ઈસુદાન ગઢવીએ ઘટસ્ફોટ કર્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલના બરોડા ખાતેના કાર્યક્રમને રોકવા માટે ષડયંત્ર રચ્યું હતું. અત્યારસુધી પાર્ટીએ 13થી વધુ સભાસ્થળના માલિકોએ જગ્યા ન આપવા માટે ધમકી આપી બૂકિંગ કેન્સલ કરાવી દીધું હતું. તેવામાં કેજરીવાલની લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
AAPની ઉ.ગુજરાત ફતેહ કરવાની રણનીતિ
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતાને સંબોધશે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ વીડિયોના માધ્યમથી માહિતી આપી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દિલ્હીના નાયમ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ 21 સપ્ટેમ્બરના દિવસે અમદાવાદ પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT