અરવિંદ કેજરીવાલે કહ્યું- 8 ડિસેમ્બર સુધી મનીષ સિસોદિયા જેલમાં જ રહેશે; ગુજરાતની દરેક વ્યક્તિ અત્યારે AAPનો પ્રચાર કરે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ દિલ્હીમાં પણ વાગી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેના શાબ્દિક યુદ્ધથી રાજકારણ ગરમાયેલું જોવા મળે છે. તેવામાં CBI તપાસ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે મને ગુજરાત પ્રવાસમાં જતો અટકાવવા આ ષડયંત્ર હાથ ધરાયું છે. તેવામાં અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે ભાજપ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. આની સાથે તેમણે આંદોલનોના મુદ્દા પણ વર્ણવ્યા હતા.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે.. મનીષના ઘરમાં દરોડા પાડ્યા કઈ જ ન મળ્યું, બેન્ક લોકર તપાસ્યા પરંતુ કઈ ન મળ્યું. તેના વિરૂદ્ધ જે કેસ છે તે ખોટા છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર માટે મનીષ સિસોદિયા ગુજરાત જવાના હતા. તેમને રોકવા માટે હવે ધરપકડ કરવાનું ષડયંત્ર કરાયું છે. પરંતુ આનાથી ચૂંટણી પ્રચાર થંભી નહીં જાય. અત્યારે ગુજરાતની પ્રત્યેક જનતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહી છે.

ADVERTISEMENT

જોકે ત્યારપછી બીજુ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે 8 ડિસેમ્બર સુધી મનીષ સિસોદિયા જેલમાં કેદ જ રહેેશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં પૂરી રાખશે. આનુ મુખ્ય કારણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે મનીષ સિસોદિયા ન જઈ શકે એ છે.

ADVERTISEMENT

કેજરીવાલે ભગતસિંહની સરખામણી કરી, કહ્યું- ગુજરાત અભિયાન અટકશે નહીં
કેજરીવાલે રવિવારે સિસોદિયાની તુલના ભગત સિંહ સાથે કરી હતી. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે, જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી શકી નથી. આઝાદીની આ બીજી લડાઈ છે. કોંગ્રેસે તેને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું છે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે, કેજરીવાલ પોતાના ભ્રષ્ટ નેતાઓને દેશભક્ત કહેવાને બદલે ભગત સિંહ જેવા શહીદોનું અપમાન કરી રહ્યા છે. તપાસમાં તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે, દારૂનું લાઇસન્સ કોણે આપ્યું, કોના ઈશારે આપ્યું. તેથી સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરવી જોઈએ. તેણે આ પૈસા ક્યાં ખર્ચ્યા તે પણ શોધવું જોઈએ.

ADVERTISEMENT

મનીષ સિસોદિયાના નિવાસ સ્થાન પાસે કલમ 144 લાગૂ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું દળ મનીષ સિસોદિયાના નિવાસ સ્થાને પહોંચી જાય એની આશંકાએ તેમના ઘરની આસપાસ કલમ 144 લાગૂ કરાઈ ગઈ છે. એટલું જ નહીં સિસોદિયાના ઘર પાસે દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળને પણ તૈનાત કરાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT