અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતમાં સભા ગજવશે, ભવ્ય રોડ શો સાથે જાણો સમગ્ર શેડ્યૂલ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે અરવિંદ કેજરીવાલના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે, તેઓ ફરી એકવાર રાજ્યના પ્રવાસે આવવાનાં છે. ઉલ્લેખનીય છે કે તેઓ 20, 21 અને 22 નવેમ્બરે ગુજરાતમાં ધામા નાખશે. આ દરમિયાન વિવિધ સ્થળે રોડ શો અને જાહેરસભાને સંબોધશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ…
કેજરીવાલ સભા ગજવશે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20, 21 અને 22 નવેમ્બર સુધી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભવ્ય રોડ શોની સાથે સભાને પણ ગજવશે.
- 20 નવેમ્બરે કેજરીવાલ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શોમાં ભાગ લેશે.
- 21મી નવેમ્બરે સાંજે 5:00 કલાકે અમરેલી ખાતે રોડ શોમાં ભાગ લેશે.
- 22 નવેમ્બરે બપોરે 2:00 કલાકે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે.
- સાંજે 5:00 વાગ્યે કેજરીવાલ સુરતમાં રોડ શોમાં ભાગ લેશે.
- રાત્રે 9:00 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.
2 તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આયોજન
ADVERTISEMENT
- ગુજરાતમાં 2 તબક્કા દરમિયાન વિધાનસભા ચૂંટણીનું આયોજન કરાયું છે.
- પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે.
- મતગણતરી 8 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
- પહેલા તબક્કાના મતદાન દરમિયાન 89 બેઠકો પર આ પ્રક્રિયાને હાથ ધરાશે.
- બીજા તબક્કાના મતદાન દરમિયાન 93 બેઠકો પર પ્રક્રિયા હાથ ધરાશે.
ADVERTISEMENT