AAP હવે ખેડૂતો માટે ગેરંટી કાર્ડ જાહેર કરશે, પોરબંદર પર ઉતરતા જ શું બોલ્યા કેજરીવાલ?
પોરબંદર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. એવામાં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાત આવી પહોંચ્યા છે. પોરબંદર એરપોર્ટ પર ઉતરતા જ…
ADVERTISEMENT
પોરબંદર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. એવામાં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાત આવી પહોંચ્યા છે. પોરબંદર એરપોર્ટ પર ઉતરતા જ અરવિંદ કેજરીવાલે આજની ગેરંટી પર વાત કરી હતી. યુવાનો, મહિલાઓ બાદ કેજરીવાલ હવે ખેડૂતો માટે નવી ગેરંટી લઈને ગુજરાત આવ્યા છે.
ખેડૂતો માટે ગેરંટીની જાહેરાત કરશે AAP
કેજરીવાલે કહ્યું કે, ખેડૂતોને લઈને AAPના શું પ્લાન છે, કઈ કઈ ગેરંટી છે. જેમ કે અમે મહિલાઓ માટે અમે ગેરંટી લાવ્યા, યુવાઓ માટે ગેરંટી લાવ્યા, રોજગારી વિશે ગેરંટી લાવ્યા, વીજળી, સ્કૂલો અને સ્વાસ્થ્ય વિશે ગેરંટી લાવ્યા. આજે અમે ખેડૂતો માટે ગેરંટી આપીશું. ઘણા દિવસોથી ખેડૂતો વચ્ચે અમારા લોકો ફરી રહ્યા છે. ખેડૂતોની જે-જે સમસ્યા છે તેને આપની સરકાર બન્યા બાદ અમે કેવી રીતે સમાધાન કરીશું તેના વિશે આજે જણાવીશું. હાલ ગુજરાતમાં ખેડૂતોની દેવું, પાક વીમાના પૈસા ન મળવા, ટેકાના ભાવ નથી મળતા અને વીજળી જેવી સમસ્યા મુખ્ય છે.
ADVERTISEMENT
ડબલ એન્જિનની સરકાર પર શું બોલ્યા?
આ ઉપરાંત પોરબંદર એરપોર્ટ પર હાલમાં તમામ ફ્લાઈટો બંધ છે. આ મુદ્દે સરાકારને ઘેરતા તેમણે કહ્યું કે, કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ અહીં તો તમામ એન્જિન બંધ થઈ ગયા. અમને વોટ આપો અમે બધા એન્જિન ચાલું કરીશું.
કેજરીવાલનો સંપૂર્ણ કાર્યક્રમ
ADVERTISEMENT
- અરવિંદ કેજરીવાલ આજે બપોરે બપોરના સમયે જનસભાને સંબોધશે.
- ત્યારપછી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે.
- ત્યારપછી તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે.
- બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.
- સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે.
ADVERTISEMENT