ગુજરાતમાં ભારે વિરોધ બાદ બોલ્યા કેજરીવાલ, હું એક ધાર્મિક વ્યક્તિ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું
વડોદરાઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધ્યા બાદ વડોદરામાં રેલી કાઢી હતી. રેલી બાદ તેમણે વરસાદમાં પણ ઊભા રહેનારા વડોદરાવાસીઓનો આભાર…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધ્યા બાદ વડોદરામાં રેલી કાઢી હતી. રેલી બાદ તેમણે વરસાદમાં પણ ઊભા રહેનારા વડોદરાવાસીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે વડોદરામાં આજે થયેલા તેમના વિરોધ પર પણ પ્રતિક્રિયા આપી હતી.
કેજરીવાલે પોતાના વિરોધ પર શું પ્રતિક્રિયા આપી?
વડોદરાની રેલી બાદ કેજરીવાલે લોકોને સંબોધન કર્યું હતું. તેમણે વડોદરામાં કેજરીવાલના વિરોધમાં લાગેલા પોસ્ટર્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું. હનુમાનજીનો કટ્ટર ભક્ત છું, હનુમાનજીની અસીમ કૃપા છે મારા પર. આ લોકે જેટલી પણ ખરાબ શક્તિઓ મારી વિરુદ્ધ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, ગુંડાગર્દી કરે છે, હું આમને કહેવા માગું છું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. અને હું મને ભગવાને એક ખાસ કામ આપીને મોકલ્યો છે.
ગુજરાતમાં કેજરીવાલનો થઈ રહ્યો હતો વિરોધ
નોંધનીય છે કે AAPના દિલ્હીના મંત્રીનો ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ બૌદ્ધ ધર્મ અંગિકાર કરતા લોકો સામે જાહેર મંચ પર શપથ લઈ રહ્યા છે અને તેમાં ભગવાન વિરોધી સૂત્રો બોલવામાં આવી રહ્યા હતા. જેને લઈને ભાજપ દ્વારા દિલ્હી બાદ આજે ગુજરાતમાં રસ્તા પર સૂત્રો લખી તથા બેનરો દર્શાવી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વડોદરામાં પણ રેલી પહેલા AAPના પોસ્ટરો અને હોર્ડિંગ્સ ફાડી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શું લખ્યું હતું બેનરમાં?
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બેનરોમાં સાથે અરવિંદ કેજરીવાલનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. તો રાજકોટમાં લગાવાયેલા પોસ્ટરોમાં લખ્યું છે કે, હું શ્રાદ્ધ પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહીં.તો ગાંધીનગરમાં જે પોસ્ટર લગાવાયા છે તેમાં કેજરીવાલના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે હું હિંદુ ધર્મને પાગલપન માનુ છું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીટાણે ફરી એકવાર હિંદુત્વની લહેર ઉભી થઈ રહી છે.
ADVERTISEMENT
દિવસમાં ત્રણ થી પાંચ પ્રેસ કોન્ફરન્સ કરવાવાળા રેવડીલાલ એન્ડ કંપનીના ગુજરાત તથા દિલ્હીના પ્રવક્તાઓ ક્યાં છુપાઈ ગયા અને હજુ કોઈ એક્શન લેવાતા નથી ..મતલબ એ સ્પષ્ટ છે કે…..ભારતીય સંસ્કૃતિ ખતમ કરવાનું ભારતીય વિચારધારાની વિરુદ્ધના દેશો સાથે મળીને ઠગ રેવડિલાલ ની કંપનીનું કાવતરું છે
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) October 8, 2022
ADVERTISEMENT
જીતુ વાઘાણીએ કર્યા આપ પર પ્રહાર
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ AAP નેતા પર વાર કરતા કહ્યું કે, AAPના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, AAPએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો.
યજ્ઞેશ દવેએ કર્યા પ્રહાર
આ મામલે યજ્ઞેશ દવેએ પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, દિવસમાં ત્રણ થી પાંચ પ્રેસ કોન્ફરન્સ કરવાવાળા રેવડીલાલ એન્ડ કંપનીના ગુજરાત તથા દિલ્હીના પ્રવક્તાઓ ક્યાં છુપાઈ ગયા અને હજુ કોઈ એક્શન લેવાતા નથી ..મતલબ એ સ્પષ્ટ છે કે, ભારતીય સંસ્કૃતિ ખતમ કરવાનું ભારતીય વિચારધારાની વિરુદ્ધના દેશો સાથે મળીને ઠગ રેવડિલાલ ની કંપનીનું કાવતરું છે.
ADVERTISEMENT