કેજરીવાલે કહ્યું- ભ્રષ્ટાચારીઓના મોઢામાં હાથ નાખી રૂપિયા કઢાવીશું, ગુજરાતી ભાષામાં આપ્યો ખાસ સંદેશ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગરીયાધરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકી અને પાટીદારના દિગ્ગજ અલ્પેશ કથીરિયાને પણ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારીઓના મોઢામાં હાથ નાખી રૂપિયા કાઢાવવાનો હુંકાર કર્યો છે. તો બીજી બાજુ કેજરીવાલે ગુજરાતી ભાષામાં બોલતા કહ્યું કે ગુજરાતીઓ તમે ચિંતા ન કરો તમારો ભાઈ આવી ગયો છે. આની સાથે તેમણે જનતાને મોંઘવારીથી બચાવવા માટે પણ વાયદો કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં
કેજરીવાલે વિવિધ ધારાસભ્યોએ આચરેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા ધારાસભ્યો પર અમારી ચાપતી નજર રહેલી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું અને જે લોકોએ ગેરરીતિથી રૂપિયાની કમાણી કરી છે. તેમના મોઢામાં હાથ નાખીને બધા રૂપિયા બહાર કઢાવીશું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે – અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે સંબોધનમાં જણાવ્યું કે સૌથી પહેલા સૌથી પહેલા ગુજરાતમાંથી મોંઘવારી દૂર કરીશું. હું વીજળીના બિલ ભરીશ અને લોકોને મોંઘવારીથી રાહત આપીશ. આ દરમિયાન તેમણે ગુજરાતી ભાષામાં જનતાને સંબોધીને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે. મોંઘવારીના મુદ્દાને નિવારણ કર્યા પછી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ જનતાની સેવા કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT