શું AAPની સરકાર પાક્કી? કેજરીવાલે ચૂંટણી પરિણામ વિશે કર્યો મોટો દાવો, AAPની 150 બેઠક જીતવાની રણીનીતિ છતી કરી
વલસાડઃ અરવિંદ કેજરીવાલે અહીં જનસભા સંબોધન દરમિયાન ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર…
ADVERTISEMENT
વલસાડઃ અરવિંદ કેજરીવાલે અહીં જનસભા સંબોધન દરમિયાન ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તથા IBના રિપોર્ટ પ્રમાણે 93-94 બેઠકો અમારી પાર્ટીની પાક્કી છે. જોકે આ દરમિયાન તેમણે જનતાનો સાથ માગ્યો છે અને કહ્યું કે જો ધક્કો મારશો તો અમારી સરકારને તો અવશ્ય 150 બેઠકો સાથે જીત મળશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીત્યા પછી સૌથી પહેલા શું કામ કરશે એની પણ જાહેરાત કરી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…
ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો…ભાજપને આડેહાથ લીધી
અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને ગુજરાત પ્રવાસ દરમિયાન તમારા તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હું તમને ખાતરી આપુ છું કે જેવી અમારી સરકાર બનશે કે તાત્કાલિક અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું. આની સાથે બાળકોના ભવિષ્યને પણ ઉજાગર કરીશું.
આની સાથે ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 27 વર્ષથી સરકાર ગુજરાતની પ્રજાને લૂંટતી રહે છે. વળી આ દરમિયાન નેતાઓ પણ જનતાના કામ કરવાના બદલે તેમને દૂર કરે છે. એટલું જ નહીં નેતાઓ કહે છે કે સરકાર અત્યારે ખોટમાં જઈ રહી છે. કેજરીવાલે ત્યારપછી સવાલ પૂછ્યો કે તો હવે રૂપિયા જાય છે ક્યાં.
ADVERTISEMENT
કેજરીવાલે 150 બેઠકો જીતવાનો રોડમેપ જણાવ્યો
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે AAP ઈમાનદાર પાર્ટી છે. IBના રિપોર્ટ પ્રમાણે અમારી સરકાર આ ચૂંટણીમાં 93-94 બેઠક જીતતી નજરે પડી રહી છે. પરંતુ હજુ પણ માર્જિન રસાકસી ભર્યું છે. કેજરીવાલે જનતાને જણાવ્યું કે જો તમે સપોર્ટ આપશો તો દરેક ગેરન્ટી પૂરી પાડીશ અને જીતનો રોડમેપ તૈયાર કરીશ. જેના પરિણામે તમે જો અમારી સરકારને મદદરૂપી ધક્કો મારશો તો અમે 150 બેઠકો જીતી શકીશું.
ADVERTISEMENT
ભગવંત માને ટેક્સ મુદ્દે સરકારને ઘેરી…
આમ આદમી પાર્ટીના ભગવંત માને સંબોધન દરમિયાન ભાજપ પર ટેક્સ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અત્યારે ગુજરાતની જનતાની સ્થિતિ ઘણી કથળી ગઈ છે. હાલ સવારે ઉઠીને સામાન્ય ભોજન સામગ્રીથી લઈને અન્ય કોઈપણ વસ્તુ ખરીદે એમા મોટા ભાગે ટેક્સ લાગે છે. બહાર જાય અથવા ઘરે આરામથી બેસે બધે ટેક્સ લાગે છે. રાત્રે શાંતિથી બેડ પર ઉંઘવા જાય તો પણ એને ટેક્સની ચિંતા શાંતિની નિંદર આવવા દેતી નથી. તેવામાં 27 વર્ષથી સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે. જેથી હવે પરિવર્તનની જરૂર છે.
અરવિંદ કેજરીવાલ 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. જ્યારે સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો અને બેઠકો યોજશે.
ADVERTISEMENT
2 ઓક્ટોબરે આવ્યા હતા ગુજરાતની મુલાકાતે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.
ADVERTISEMENT