બે દિવસ માટે ગુજરાત આવી રહેલા Kejriwal હવે કયું ‘ગેરંટી કાર્ડ’ ખોલશે?
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. એવામાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર આજે ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. એવામાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર આજે ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ જણાવ્યું હતું કે, 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલા કેજરીવાલ વધુ એક ગેરંટી આપવાના છે. ત્યારે આ વખતે કેજરીવાલ શું નવી ગેરંટી આપશે તે ખાસ જોવાનું રહેશે. આ પહેલા ગઈકાલે જ AAPએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ ગુજરાતના લોકો માટે મોટી “પ્રી-પોલ ગેરંટી” જાહેર કરશે.
ફ્રી શિક્ષા-વીજળી સહિત 6 ગેરંટી આપી ચૂક્યા છે કેજરીવાલ
અત્યાર સુધી ઘણી વખત ગુજરાત આવી ચૂકેલા અરવિંદ કેજરીવાલ ફ્રી વીજળી, રોજગારી, આદિવાસીઓ માટે જાહેરાત, મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ, ફ્રી શિક્ષા અને સારવાર મુદ્દે 6 જેટલી ગેરંટીઓ આપી ચૂક્યા છે. એવામાં હવે વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ફરી એકવાર નવી ગેરંટી લઈને ગુજરાત આવી રહ્યા છે. AAPના મનોજ સોરઠીયા પર હુમલા બાદ આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ હશે.
કેજરીવાલનો સંપૂર્ણ કાર્યક્રમ
ADVERTISEMENT
- અરવિંદ કેજરીવાલ આજે બપોરે બપોરના સમયે જનસભાને સંબોધશે.
- ત્યારપછી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે.
- ત્યારપછી તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે.
- બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.
- સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે.
ઈસુદાન ગઢવીએ કરી હતી જાહેરાત…
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગઈકાલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ તાજેતરમાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવતા રહ્યા છે. ગત 22મી ઓગસ્ટે જ તેઓ હિંમતનગર અને ભાવનગરમાં આવ્યા હતા. જ્યાં યુવાનો સાથે સંવાદ કરીને તેમણે રોજગારી અને સરકારી ભરતી પ્રક્રિયાના મુદ્દે ચર્ચા કરી હતી. તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પણ આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT