કેજરીવાલ અને ભગવંત માન મહિનામાં બીજીવાર ગુજરાત પ્રવાસે, જાણો શું હશે રણનીતિ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે. તેવામાં પક્ષપલટાથી લઈ ચૂંટણી પ્રચારની મોસમ ધમધમી રહી છે. નોંધનીય છે કે આ દરમિયાન AAP દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણીલક્ષી આક્રમક રણનીતિ ઘડવામાં આવી રહી છે. તેવામા જનતાના વિવિધ મુદ્દાઓને સંબોધવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ફરીથી રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલ અને માન ગુજરાતના 4 વિવિધ સ્થળે જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે.

કેજરીવાલ અને માન જનસભા સંબોધશે
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા, દાહોદ, વલસાડ અને બારડોલીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 4 જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં બીજીવાર કેજરીવાસ અને માન રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે.

કોંગ્રેસે MLA સેલ પર રાખ્યા છે- ભગવંત માન
અગાઉ રાજ્યના પ્રવાસ દરમિયાન જન સંબોધનમાં ભગવંત માને આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને ત્યારપછી હવે આવી રીતે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ પાર્ટી રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુદી વેચી નાખ્યા છે. અને મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે.

ADVERTISEMENT

2 જનરેશન બદલાઈ ગઈ હવે સરકાર બદલો- ભગવંત માન
ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર જેટલી રહી છે તેટલામાં તો 2 જનરેશનો બદલાઈ ગઈ છે. હવે તો જેમ વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. આ દરમિયાન તેમણે આપની સરકાર બનશે એવી ચર્ચા કરી હતી.

ADVERTISEMENT

AAP વિકલ્પ તરીકે સામે…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે અત્યારે શહેરના બિસ્માર રસ્તાઓ જોઈને મને દુખ થાય છે. એમ લાગે છે કે ખાડાઓમાં રસ્તો બનાવ્યો છે. લોકો પાસે પહેલા કોઈ વિકલ્પ હતો પણ નહીં, પરંતુ AAPના આગમનથી હવે અમે વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.

ADVERTISEMENT

With Input- સૌરભ વક્તાનિયા

    follow whatsapp

    ADVERTISEMENT