ગોપાલ ઇટાલીયાની અટકાયત, સરકારની બહુમતી પર પ્રહાર કરી લગાવ્યો ગંભીર આરોપ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ હજુ પન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડી રાખ્યો છે. ચૂંટણી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ હજુ પન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડી રાખ્યો છે. ચૂંટણી બાદ પણ રાજકીય માહોલ ગરમ રહે છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. ટ્વિટર પર ટ્વિટ કરી કહ્યું કે ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે.
ગોપાલ ઇટાલીયાની આજે કોઈ કારણોસર ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે થોડી પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે ધરપકડ અંગે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર પોલીસે ઈટાલિયાની ધરપકડ કરી હતી. જોકે તેમની ધરપકડ બાદ થોડા જ સમયમાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે.
ટ્વિટ કરી માહિતી આપી
આ મામલે ગોપાલ ઇટાલિયાએ ટેટ કરી કહ્યું કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.
ADVERTISEMENT
गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है।
भावनगर पुलिस ने आज मुझे गिरफ़्तार कीया। मेरी ख़ुद की दादी माँ का कल निधन हुआ है, पूरा परिवार दुःखी है लेकिन भाजपा ने मुझे अरेस्ट कर लिया है। शायद यही काम के लिए बहुमत मिला होगा।
— Gopal Italia (@Gopal_Italia) December 20, 2022
ઇસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહાર
તે ખૂબ જ દુખની વાત છે! ગોપાલભાઈના દાદીનું અવસાન થયું છે અને ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે! શું આ છે ગુજરાતનું બીજેપી મોડલ? ભાજપ સરકાર ગમે તેટલો જુલમ કરે! અમે લોકો માટે લડતા રહીશું!
बहुत ही दुःख की बात है ! गोपाल भाई की दादी का निधन हुआ है और भाजपा पुलिस का दुरुपयोग कर रही है ! गुजरात का भाजपा मॉडल यही है ? भाजपा सरकार चाहे जितना भी जुल्म करे ! हम जनता के लिए लड़ते रहेंगे ! https://t.co/URnE33A81H
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 20, 2022
ADVERTISEMENT
આ કારણે થઈ હતી અટકાયત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દ્વારકા ખાતે જાહેર સભામાં ગોપાલ ઈટાલીયાએ ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસો સાથે સરખાવ્યા હતા. રાક્ષસો સાથે સરખાવીને ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરતા સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ હતી. હિન્દુ સમાજની લાગણી દુભાવતા નિવેદનને લઈને આહિર સમાજના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મૂળ ઉમરાળા તાલુકાના અને હાલ સુરત રહેતા આકાશ આહિરએ ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી
ADVERTISEMENT
ADVERTISEMENT