મોરબીના ઝુલતા બ્રિજ પર 100ની કેપેસિટી સામે 500 લોકો પહોંચી ગયા, કોની બેદરકારીથી તૂટ્યો બ્રિજ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: તાજેતરમાં જ રીનોવેશન બાદ ખુલ્લો મુકાયેલો ઝુલતો કેબલ બ્રિજ આજે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીના મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર એક સાથે 500થી વધુ લોકો સાંજના સમયે આવી ગયા હતા. એવામાં 100થી પણ વધુ વર્ષ જૂનો બ્રિજ તૂટી જતા લોકો નદીમાં ખાબક્યા હતા. ત્યારે સવાલ થાય છે કે કરોડોના ખર્ચે રીનોવેટ કરાયેલો બ્રિજ ચાર દિવસમાં જ કેવી રીતે તૂટી ગયો?

ઓરેવા કંપનીને બ્રિજની કામગીરી સોંપાઈ હતી
મોરબીના આ ઐતિહાસિક ઝુલતા બ્રિજને ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધી બ્રિજનું મેઈન્ટેનન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હતું. બાદમાં કોર્પોરેશને ઓરેવા કંપનીને બ્રિજ ચાલુ રાખવા અને મેઈન્ટેનન્સનું ટેન્ડર ફાળવી દીધું હતું. બ્રિજ જ્યારે કોર્પોરેશનના હસ્તક હતો ત્યારે દિવસની માત્ર 50 જેટલી ટિકિટ આપવામાં આવતી. જ્યારે આજે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા. એવામાં સૂત્રો મુજબ ઓરેવા કંપનીએ એક જ દિવસમાં 500 જેટલી ટિકિટ આપી દીધી હતી.

વજન વધતા તૂટ્યો બ્રિજ?
140 વર્ષ જૂના આ બ્રિજની કેપેસિટી 100 લોકોની જ હતી. જોકે બ્રિજ પર મોટી સંખ્યામાં 400થી 500 લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારે બ્રિજ પર અંદાજે 30 ટન જેટલું વજન થઈ જતા તે વચ્ચેથી જ બ્રિજ તૂટી ગયો હતો. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું ખાનગી એજન્સી દ્વારા વધુ નફો રળવા માટે મોટી સંખ્યામાં આટલા બધા લોકોને ટિકિટો આપી દેવામાં આવી હતી?

ADVERTISEMENT

પાલિકાને જાણ કર્યા વિના જ બ્રિજ ખુલ્લો મૂકાયાનો આરોપ
બીજી તરફ ચીફ ઓફીસર દ્વારા દાવો કરવામાં આવ્યો કે, સ્થાનિક તંત્ર કે પાલિકાને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ બ્રિજનું ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નહોતું. આ અંગેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આ ટ્રસ્ટ પાસે નહોતું. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ બ્રિજ ઉતાવળમાં ખુલ્લો મુકી દેવાયો છે. સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT