જમ્મુ-કાશ્મીરમાં PAFF-TRFના 25-30 આતંકવાદીઓ એક્ટિવ, એક વર્ષમાં આતંકી હુમલામાં 21 જવાનો શહીદ
Poonch Terrorist Attack : પાકિસ્તાન તેની નાપાક હરકત છોડી રહ્યું નથી. પાકિસ્તાન ફરી એકવાર પૂંછ-રાજૌરીમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો…
ADVERTISEMENT
Poonch Terrorist Attack : પાકિસ્તાન તેની નાપાક હરકત છોડી રહ્યું નથી. પાકિસ્તાન ફરી એકવાર પૂંછ-રાજૌરીમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર, આ વિસ્તારમાં લગભગ 25-30 પાકિસ્તાની આતંકવાદીઓ એક્ટિવ છે. આ તમામ આતંકવાદીઓ પુંછ-રાજૌરીના જંગલોમાં છુપાયેલા છે. ગઇકાલે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. PAFFએ આ હુમલાની જવાબદારી લીધી છે. ગૃહમંત્રાલયે આ વર્ષે જાન્યુઆરીમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.
આંતકીઓ ‘ગેરિલા વોર’ ટેક્નિકનો ઉપયોગ કરે છે
સૂત્રો અનુસાર,જમ્મુ-કાશ્મીરના પીર પંજાલના પહાડી વિસ્તારોમાં 25-30 આતંકીઓ એક્ટિવ છે.આ આતંકવાદી સંગઠનો PAFF અથવા TRF સાથે સંકળાયેલા છે. તે જમ્મુના પૂંછ, રાજૌરી અને રિયાસી અને કાશ્મીરના કુલગામ, શોપિયાં અને અનંતનાગ જિલ્લામાં એક્ટિવ છે. PAFF અને TRF એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે. આ આંતકીઓ ‘ગેરિલા વોર’ ટેક્નિકનો ઉપયોગ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમાંના કેટલાક આતંકવાદીઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી છે.
એક વર્ષમાં આતંકી હુમલામાં 21 જવાનો શહીદ
હુમલા બાદ આતંકવાદીઓ જંગલોમાં છુપાઈ ગયા હતા અને સેનાએ તેમને તેમના ઠેકાણામાંથી હટાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પુંછ અને રાજૌરી જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને આ હુમલાઓમાં સેનાને નિશાન બનાવવામાં આવી રહી છે. આ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 21 જવાનો શહીદ થયા છે.
ADVERTISEMENT
2011માં નવ જવાનો થયા હતા શહીદ
અગાઉ ઓક્ટોબર 2021માં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા. જ્યારે 11 ઓક્ટોબરના રોજ ચમરેરમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ સેનાના જવાનો શહીદ ગયા હતા. 14 ઓક્ટોબરે નજીકના જંગલમાં એક JCO અને ત્રણ જવાનો શહીદ થયા હતા. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં 16 સુરક્ષા જવાનો શહીદ થયા છે અને સાત નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જોકે સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓમાં વિવિધ ઓપરેશનમાં 24 આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે.
ગુરુવારે 5 જવાનો વીરગતિ પામ્પા
ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં નાયક બિરેન્દ્ર સિંહ (15 ગઢવાલ રાઈફલ), નાયક કરણ કુમાર (ASC), રાઈફલમેન ચંદન કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ), રાઈફલમેન ગૌતમ કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ) અને અન્ય એક જવાન શહીદ થયા હતા. સેના દ્વારા હાલમાં પાંચમા શહીદ સૈનિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT