પહેલા તબક્કામાં કોંગ્રેસ 89માંથી 65 બેઠક જીતે છે, અર્જુન મોઢવાડિયાનો દાવો…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ સમયે મતદાન સુસ્ત જોવા મળતા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. મીડિયા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ સમયે મતદાન સુસ્ત જોવા મળતા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. મીડિયા અહેવાલો પ્રમાણે અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પહેલા તબક્કામાં કેટલી બેઠકો જીતશે એનો દાવો કર્યો હતો. એટલુ જ નહીં તેમણે નકલી મુદ્દાઓનો આક્ષેપ લગાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા. ચલો તેમના સંબોધન પર નજર કરીએ….
અર્જુન મોઢવાડિયાનું આક્રમક નિવેદન…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે. આની સાથે પહેલા તબક્કામાં કુલ 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠક કોંગ્રેસ પોતાના નામ કરશે એવું પણ જણાવ્યું હતું. આની સાથે આમ આદમી પાર્ટીની વાત કરતા કહ્યું કે આને તો એકપણ બેઠક નહીં મળે. નોંધનીય છે કે એકબાજુ આછુ મતદાન થયુ હોવાથી તમામ રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી બાજુ મોઢવાડિયાએ જંગી બહુમતીનો દાવો કરતા રાજકારણ ગરમાયું છે.
જનતાએ વિચારીને મત આપ્યા- મોઢવાડિયા
અહેવાલો પ્રમાણે અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે જનતા સમજુ છે. તેમને ભાજપના નકલી મુદ્દાઓના આધારે નહીં પરંતુ અત્યારે જે સત્ય છે એવા મુદ્દાઓના આધારે મતદાન કર્યું છે. આની સાથે ગુજરાતની જનતા સંપૂર્ણપણે કોંગ્રેસની સાથે હોવાનો મોટો દાવો કરી દેતા રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT