અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી પોરબંદર

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદરઃ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરાયું હતું. જે પોરબંદરમાં આવી પહોંચી છે, નરસંગ ટેકરીથી સુદામા ચોક સુધી આ યાત્રાનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા. તેમણે ભાજપ પર મોંઘવારીથી લઈને બેરોજગારી સહિતના મુદ્દે ઘેરાવો કર્યો હતો.

સભા દરમિયાન કોંગ્રેસના આકરા પ્રહારો
પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. આ દરમિયાન રેલીમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે ત્યારપછી રેલી પૂરી થઈ અને સુદામાચોક ખાતે યુવા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જનતાના પ્રશ્નોને ટાંકી ભાજપ પર વાર કર્યા હતા. તેમણે બેરોજગારીથી લઈને શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ શું કડક સૂચના આપી…
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં પોરબંદર ખાતે જે અધિકારીઓ ભાજપનો ઢંઢોરો લઈને આવ્યા છે તેઓ BJP કાર્યકર્તા બનવાનો પ્રયત્ન ન કરે. ભૂતકાળની ઘટનાઓ યાદ કરાવતા તેમણે કહ્યું કે આવા કાર્યકરોમાંથી મોટાભાગના લોકોને જેલ ભેગા થવાનો પણ વારો આવ્યો છે. જેથી ખોટા એજન્ડાઓ ચલાવવાની જરૂર નથી.

અશોક ગેહલોત આમા હાજર રહી શક્યા નહી
પોરબંદર ખાતે જે રેલીનું આયોજન થયું હતું અને સભા સંબોધવાની હતી એમા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહેવાના હતા. પરંતુ કેટલાક કારણોસર તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT