કોણ છે અંગ્રેજોને હંફાવનાર બહાદુર શીખ ARJAN VAILLY? જેની પર બન્યું છે ફિલ્મ ANIMALનું ગીત
ARJAN VAILLY Song : રણબીર કપૂરની ફિલ્મ ‘Animal નું ગીત ‘અર્જન વેલી’ તાજેતરમાં લોકોના હોઠ પર લોકપ્રિય બન્યું છે. સ્ટારર ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીના આ…
ADVERTISEMENT
ARJAN VAILLY Song : રણબીર કપૂરની ફિલ્મ ‘Animal નું ગીત ‘અર્જન વેલી’ તાજેતરમાં લોકોના હોઠ પર લોકપ્રિય બન્યું છે. સ્ટારર ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીના આ ગીતને ફિલ્મમાં જે રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે જેને લોકો ખૂબ વખાણી રહ્યા છે. આ ગીતમાં શીખ લશ્કરી કમાન્ડર હરિ સિંહ નલવાના પુત્ર અર્જન વેલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીયે અર્જન વેલી કોણ છે?
અંગ્રેજ સામે ખુલી છાતીએ લડનાર અર્જન વેલી કોણ છે?
અર્જન વેલી શીખ સમુદાયના મહાન યોદ્ધા હરિસિંહ નલવાના પુત્ર હતા, જેનો જન્મ લુધિયાણા નજીક કૌંકે ગામ પાસે થયો હતો. હરિ સિંહ નલવા મહારાજા રણજીત સિંહની ખાલસા સેનાના મહાન નાયક હતા અને તેમની બહાદુરી ઇતિહાસમાં લખવામાં આવી છે. તેની બહાદુરતાનો અંદાજ તેના પરથી જ લાગવી શકાય છે કે તેણે સિંહના પણ શિકાર કર્યા હતા. હરિસિંહ નલવાને બે પુત્રો હતા, અર્જન સિંહ અને જવાહર સિંહ. તે બંને અંગ્રેજ શાસકો સામે લડ્યા. અર્જુન સિંહ નલવા તેમના પિતાની જેમ બહાદુર હતા. હરિસિંહ નલવાના મૃત્યુ પછી, પુત્ર અર્જન સિંહે તેના પિતા દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી અને આદેશ સંભાળ્યો. પિતા પછી અર્જન સિંહે હિંમતભેર અંગ્રેજોનો સામનો કર્યો હતો.
પંજાબીમાં વેલ્લી શબ્દનો અર્થ એવો થાય છે કે જે યુદ્ધના મેદાનમાં ડરતો નથી અને પોતાના અધિકારો માટે લડે છે. આ ગીતમાં અર્જન સિંહની બહાદુરીની ગાથા કહેવામાં આવી છે. ફિલ્મમાં આ ગીત પંજાબી ગાયક ભૂપિન્દર બબ્બલે ગાયું છે. આ ગીતની સ્ટાઈલને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ પ્રકારનું ગીત ધાડી જાથા દ્વારા મુઘલો સાથે લડતા સમયે શ્રી ગુરુ ગોવિંદ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ તેમના સૈનિકોમાં ઉત્સાહ જગાડી શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT