વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન શરૂ, 100 લોકોની અટકાયત કરાઈ

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ હવે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે. આજથી જેલભરો આંદોલન શરૂ થઈ ગયું છે. પાટણની સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે આની સાથે અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ પણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયતના પગલે અત્યારે સરકારથી ચૌધરી સમાજ રોષે ભરાયો છે.

અર્બુદા સેનાએ શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે એકબાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. તેવામાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર સામે આવ્યો હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.

આ પણ વાંચો

ADVERTISEMENT

ચૌધરી સમાજનું વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ શકે છે…
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

With Input- Vipin Prajapati

    follow whatsapp

    ADVERTISEMENT