વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના આકરા પાણીએ, રાજકીય પક્ષોની પ્રવેશબંધીના બેનરો લાગ્યા
અરવલ્લીઃ દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. જેના પહલે તેમની ગાંધીનગરથી અટકાયત કરવામાં…
ADVERTISEMENT
અરવલ્લીઃ દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. જેના પહલે તેમની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આના વિરોધમાં અર્બુદાસેના મેદાનમાં આવી ગઈ છે. અહીં યુવાનોમાં અલગ રોષ વ્યાપ્યો છે. જેમાંથી મોડાસાના કોલીખડ ગામ ખાતે રાજકીય પક્ષોની પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. તેવામાં વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માગણી સાથે ચૌધરી સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.
કોલિખડ ગામમાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર
મોડાસાના કોલીખડ ગામ ખાતે રાજકીય પક્ષોની પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવ્યા છે. અહીં અર્બુદા સેનાના યુવાનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે અત્યારે તેમને મુક્ત કરવા માટે ચૌધરી સમાજે સતત કવાયત હાથ ધરી છે.
ADVERTISEMENT
ગામમાં ઠેર ઠેર બેનરો લાગ્યા – અર્બુદાસેના દ્વારા કોલીખડ, શીનાવાડ અને નવાગામમાં રાજકીય પક્ષોની પ્રવેશ બંધીના બેનરો લાગ્યા હતા.
અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને સમર્થન અપાયું
કંપનીઓ બનાવી નાણાકીય ગેરરીતી આચરવાના મુદ્દે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈને તેમના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે, મોડી રાત્રે બાર વાગ્યે તેમના ગાંધીનગરના પંચશીલ બંગલોમાંથી ધરપકડ કરાઈ છે. ધર પકડ બાબતે તેમજ કેસ સંબંધે પરિવારને કંઈ જ જાણ કરવામાં આવી નથી. વિપુલભાઈને થવાની વિધાનસભાની ચૂંટણી લડતા અટકાવવા અને રાજકીય રીતે દબાવવા માટે સરકાર દ્વારા ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ છે. જે ચલાવી નહીં લેવાય અમે પણ સામી ફરિયાદ કરીશું અને વિપુલભાઈની સાથે રહીશું.
ADVERTISEMENT
મૌઘજી ચૌધરીએ કર્યા ચોંકાવનારા આક્ષેપ
દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચાન્સેલર મૌઘજી ચૌધરી કહ્યું કે, આખા ગુજરાતને ખબર છે કે વિપુલ ચૌધરી પર ખોટા કેસ કર્યા હતા. આજે સાગર દાણનો કેસ પૂરો થવાની તૈયારી હતી. તેમાં કઈ નીકળે એવું નહોતું એટલે રાતો રાત ઋષિકેશ પટેલ, અશોક ચૌધરી આ પાંચ-છ જણાની મિલીભગત થઈ, નવો કેસ ઊભો કર્યો હતો. 2022 સુધી આવી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. રાતો રાત આતંકવાદીની ધકપકડ કરે એમ દેશી ગાડીમાં જઈ ધરપકડ કરી એ વ્યાજબી છે? આખા જિલ્લામાં અર્બુદા સેનાના દરેક સમર્થકો આવેદન આપશે. આ ચૂંટણી નજીક આવી, સમાજ એક થયો તેના કારણે રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આમા મુખ્ય હેન્ડલિંગ ઋષિકેશ પટેલ છે અને તેમણે જ આ બધું કરાવ્યું છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT