વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં અર્બુદા સેનાનું મહાસંમેલન, જેલ ભરો આંદોલનની આપી ચીમકી
કામિની આચાર્ય/મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા નજીક બાસણા ગામે અર્બુદાસેના ગુજરાત દ્વારા મહા સંમેલન યોજાયું હતું. વિપુલ…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા નજીક બાસણા ગામે અર્બુદાસેના ગુજરાત દ્વારા મહા સંમેલન યોજાયું હતું. વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમની ખુરશી ઉપર ચૌધરી સમાજનું પ્રતીક પાઘડી મૂકીને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું હતું. ચૌધરી સમાજના આગેવાનોએ આ મહાસંમેલનમાં એવું આહવાન કર્યું છે કે, વિપુલ ચૌધરી સામે કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જેલ ભરો આંદોલન છેડીશું.
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન
મહેસાણા દુધસાગર ડેરીમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી કંપનીઓ ઉભી કરી કરોડોના કૌભાંડના આક્ષેપ વચ્ચે ધરપકડ બાદ હાલમાં એસીબીના રિમાન્ડમાં રહેલા વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા ગામે અર્બુદા સેના ગુજરાત દ્વારા મહાસંમેલન અને સદભાવના યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા હતા તમામે વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં પાઘડી મૂકી
અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં સમાજનું પ્રતીક એવી પાઘડી મૂકીને તેમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું. જેમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવા અંગે યોગ્ય નિર્ણય ન લેવાય તો આગામી દિવસોમાં જેલ ભરો સાહિત્યના ઝવલક કાર્યક્રમો આપવાની પણ તૈયારી બતાવી હતી.
જેલ ભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મહા સંમેલનમાં આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીની ધરપકડ એ સમગ્ર આંજણા સમાજનુ અપમાન છે. આ ઘટનાના પડઘા આગામી દિવસોમાં જોવા મળશે. વિપુલભાઈ ભલે જેલમાં હોય પરંતુ તેમની અર્બુદા સેના ગુજરાત ભરમાં કાર્યક્રમો આપીને સમાજને જાગૃત કરવાનું કામ ચાલુ રાખશે.
ADVERTISEMENT
ADVERTISEMENT