Aravalli Accident: ઈનોવા ચાલકની આ બેદરકારીએ લીધા 7ના જીવ, પોલીસ પૂછપરછમાં શું બોલ્યો ડ્રાઈવર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Aravalli Accident: અરવલ્લીમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઈનોવા કાર ચાલકે અડફેટે લેતા અંબાજી જતા પદયાત્રીઓ સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 9 જેટલા લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેદરકારીથી કાર હંકારીને અકસ્માત સર્જનાર ડ્રાઈવરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

પુણેથી આવેલો કાર ચાલક 20 કલાકથી ડ્રાઈવિંગ કરતો હતો
પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની પૂછપરછ કરતા માલુમ પડ્યું કે, પુણેથી ગઈકાલે નીકળ્યો હતો અને સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. તે પુણેથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો. અરવલ્લીના SP વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આ અકસ્માતમાં કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. હાઈવે પર વાહનોની સ્પીડ લિમિટને લઈને કાર્યવાહી કરવામાં આવશે. પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા પોઈન્ટ ગોઠવાશે.’ જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક હજુ પણ વધ્યો હોત.

ઘટનાને જોનારા સાક્ષીએ શું કહ્યું?
જ્યારે એક સ્થાનિકે જણાવ્યું હતું કે, હું કૃષ્ણપુંજનો રહેવાસી છું. સવારે 6.30 વાગ્યે દૂધ આપવા આવ્યો ત્યારે દૂધ ભર્યા પછી જોરદાર અવાજ આવ્યો. ત્યાં જોયું તો મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા પૂરપાટે આવી અને પિલ્લર સાથે અથડાઈ. ત્યાં પદયાત્રીઓને ફંગાળી 50 ફૂટ દૂર ફેંકી દીધા હતા. અહીંયા આવીને જોયું તો 7 માણસો ઘટનાસ્થળે મૃત્યુ પામેલા હતા. 8-10 માણસોને અમે 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.

ADVERTISEMENT

મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

ADVERTISEMENT

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ

ADVERTISEMENT

  • જાદવ પંકજભાઈ રમણભાઈ- ઉંમર 23 વર્ષ
  • પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ- ઉંમર 23 વર્ષ
  • સંજયકુમાર નરેશભાઈ તિલવાડ- ઉંમર 27 વર્ષ
  • અપશીંગભાઈ સોનિયા બારીયા- ઉંમર 29 વર્ષ
  • સુરેશભાઈ મોહનભાઈ બામણીયા- ઉંમર 54 વર્ષ
  • વિજય (હાથમાં લખેલ કડા ઉપરથી)

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ

  • ખુમાનસિંહ મંગળસિંહ પરમાર
  • રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ
  • અતુલ ઉદેસિંહ પરમાર
  • ભુપેન્દ્ર સિંહ રતિલાલ ચૌહાણ
  • શૈલેષભાઈ કાળાભાઈ ભટ્ટ

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

 

    follow whatsapp

    ADVERTISEMENT