પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડથી ચૂંટણીમાં કોને ફાયદો થશે? AAP કે કોંગ્રેસ
મહેસાણા: ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને ACBએ બુધવારે મોડી રાત્રે અટકાયત કરી હતી. તેમના પર 5થી વધુ અલગ-અલગ કૌભાંડમાં કુલ મળીને 700 કરોડથી વધારે…
ADVERTISEMENT
મહેસાણા: ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને ACBએ બુધવારે મોડી રાત્રે અટકાયત કરી હતી. તેમના પર 5થી વધુ અલગ-અલગ કૌભાંડમાં કુલ મળીને 700 કરોડથી વધારે નાણાકીય દુરુપયોગનો આરોપ છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમના તપાસ માટે એન્ટી કરપ્શન બ્યૂરોને સોંપી દેવાયા. આ ઘટનાને લઈને ઉત્તર ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ તેનો વિરોધ કર્યો હતો.
વિધાનસભા ચૂંટણીમાં લડી શકે વિપુલ પટેલ
પૂર્વ ગૃહમંત્રી વિુપલ ચૌધરીનો ઉત્તર ગુજરાતમાં ભારે દબદબો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર તથા અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચૌધરી સમાજના મતદારોમાં તેઓ ખૂબ લોકપ્રિય નેતા પણ છે. તેઓ આ વખતની વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છતા હતા. સાગર સૈનિક, અર્બુદા સેના અને અર્બુદા મહિલા સેના બનાવીને તેમણે ચૌધરી સમાજનાં ગામોમાં ભરપૂર પ્રચાર શરૂ કર્યો છે. જોકે ભાજપમાંથી તેમને ટિકિટ મળવાની સંભાવના નહોતી. એવામાં તેમને કોંગ્રેસ કે AAPમાં જવાની શક્યતા હતી. એવામાં તેમને ચૂંટણી લડતા રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે.
વિપુલ ચૌધરી સામેની કાર્યવાહીનો સરકારના મંત્રી પર કરાયો આક્ષેપ
નોંધનીય છે કે, તાજેતરમાં જ દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચાન્સેલર મૌઘજી ચૌધરીએ આક્ષેપ કર્યો કે, આખા ગુજરાતને ખબર છે કે વિપુલ ચૌધરી પર ખોટા કેસ કર્યા હતા. આજે સાગર દાણનો કેસ પૂરો થવાની તૈયારી હતી. તેમાં કઈ નીકળે એવું નહોતું એટલે રાતો રાત ઋષિકેશ પટેલ, અશોક ચૌધરી આ પાંચ-છ જણાની મિલીભગત થઈ, નવો કેસ ઊભો કર્યો. 2022 સુધી આવી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. રાતો રાત આતંકવાદીની ધકપકડ કરે એમ દેશી ગાડીમાં જઈ ધરપકડ કરી એ વ્યાજબી છે? આખા જિલ્લામાં અર્બુદા સેનાના દરેક સમર્થકો આવેદન આપશે. આ ચૂંટણી નજીક આવી, સમાજ એક થયો તેના કારણે રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આમા મુખ્ય હેન્ડલિંગ ઋષિકેશ પટેલ છે અને તેમણે જ આ બધું કરાવ્યું છે.
ADVERTISEMENT
2020માં દૂધસાગર ડેરીના ઓડિટમાં સામે આવ્યું કૌભાંડ
જાણકારી મુજબ, 2020માં દૂધસાગર ડેરીનો સ્પેશ્યલ ઓડિટ કરાયો હતો. આ ઓડિટમાં જાણકારી સામે આવી હતી તેને રજીસ્ટ્રાર વિભાગને મોકલવામાં આવી હતી. તેના આધારે જ તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી હતી અને તેના પ્રાથમિક અહેવાલમાં બેંક એકાઉન્ટ દસ્તાવેજમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ACBએ કેસ નોંધ્યો હતો.
700 કરોડથી વધુનો કથિત ભ્રષ્ટાચાર
વિપુલ ચૌધરીએ 2008થી 2012 વચ્ચે અલગ-અલગ સહકારી મંડળીને લઈને લગભગ 700 કરોડથી વધુ મિલ્ક કૂલર ખરીદ્યા હતા. આ મિલ્ક કૂલરની ખરીદીમાં 80 ટકા સરકાર સબસિડી આપે છે અને કૃ઼ષિ વિભાગ દ્વારા યોજના કાઢવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં વિપુલ ચૌધરીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT