પાટણમાં ભાજપની હાર બાદ વધુ એક ઝટકો, આ દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે ફાડ્યો છેડો
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ ભાજપે અનેક નવા અખતરા કર્યા હતા. અનેક નેતાઓ…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ ભાજપે અનેક નવા અખતરા કર્યા હતા. અનેક નેતાઓ નારાજ થયા હતા ત્યારે પાટણમાં ચૂંટણીમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. પાટણ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારીએ પાટણ ભાજપનાં રાજકારણને અલવિદા કર્યું છે. ફેસબુક પર પોસ્ટ શેર કરી ભાજપ સાથેનો 27 વર્ષનો નાતો તોડ્યો છે.
પાટણ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારીએ ફેસબુક પર પોસ્ટ શેર કરી ભાજપ સાથે છેડો ફાડ્યો છે. રણછોડ રબારીએ પાટણ ભાજપનાં રાજકારણને અલવિદા કહ્યું છે. રણછોડ રબારીનો પાટણનો 27 વર્ષનો નાતો તોડ્યો છે. પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં રાજકીય સમીકરણ બદલાયા હતા. રણછોડ રબારીની ટિકિટ કાપી રાજુલ દેસાઈને મેદાને ઉતારવામાં આવ્યા હતા. ત્યારે પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ રબારી છેલ્લા ઘણા સમયથી દુઃખી હતા.
ફેસબુક પર કરી પોસ્ટ
ફેસબુક પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, સહ્રદયી પાર્ટીના સૌ કાર્યકર્તા શુભેચ્છકો મારા હીતચિંતકોને નત મસ્તક વંદન કરુ છું. પાર્ટીના નિયમો મુજબ હું પાટણથી મુક્ત થયો છું. પાટણ , વાગડોદ વિસ્તારના સૌ સમાજે મને સ્વીકારી ખુબ પ્રેમ આપ્યો છે. સતત 27 વર્ષનો આપ સૌનો સથવારો પરીવાર જેવો થયો હતો. આજ હું અતિ દુઃખી છું. આજ ચૂંટણી પતે માંડ 15 દિવસ થયા છે. અનેકો અનેક કાર્યકર્તા, આગેવાનો ફોન કરી પાટણ આવવા જણાવે છે. પાર્ટીથી પર રહી સંબંધો મજબુત કરવા વિનંતી કરે છે. પણ હું સિધ્ધાંતોથી મજબૂર છું. નવા ઉમેદવારની જવાબદારી હોઈ મારી હાજરી ક્યાંક સંદીગ્ધતા ઊભી થવાની શક્યતાઓ રહી છે. તમારો આગ્રહી પ્રેમ આવકારનો રુણી છું. તમે મારામાં મુકેલ વિશ્વાસ માં હું ખરો ( ન્યાય ) ઉતરવામા પાછી પાની કે પીછેહઠ કદાપી નથી કરી તેનેા આનંદ છે. સંજોગો આધીન મળીશું..
ADVERTISEMENT
2022 વિધાનસભાનું પરિણામ
પાટણ બેઠક પર 157523 પુરુષ અને 148628 મહિલા મતદારો તથા 19 અન્ય મળી કુલ 306170 મતદાતાઓ હતા . 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 66.87 ટકા મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો 17,177 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમણે ભાજપના ડો. રાજુલ દેસાઈ અને આમ આમમી પાર્ટીના લાલેશ ઠક્કરને હારનો સ્વાદ ચાખડ્યો છે.
ADVERTISEMENT