ચૂંટણીમાં વધુ એક પક્ષની એન્ટ્રી, રાજ્યના પૂર્વ IPS ડી.જી. વણઝારા “પ્રજા વિજય પક્ષ” સાથે મેદાને
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં અનેક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બાદ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં અનેક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બાદ હવે પ્રજા વિજય પક્ષની એન્ટ્રી થઈ છે. રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારાએ હિન્દુત્વના મુદ્દે પ્રજા વિજય પક્ષ સાથે વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.
ભાજપનો વિકલ્પ પ્રજા વિજય પક્ષ
પૂર્વ IPSએ પોતાનો નવો પક્ષ લોન્ચ કરતાં કહ્યું કે, આ એક રાજકીય પક્ષ જ નથી એક રાજકીય વિકલ્પ પણ છે. છેલ્લા 27 વર્ષ થી ભાજપ નું સાશન છે. હિન્દુવાદી પક્ષ સત્તામાં રહ્યો છે. હિન્દુત્વ વાડી પક્ષનો વિકલ્પ બીજો હિન્દુત્વવાદી પક્ષ જ બની શકે. પ્રજા વિજય પક્ષ હિન્દુત્વ વાદી પક્ષ છે. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્પ નથી બન્યો. છેલ્લા 27 વર્ષમાં જોયું. આમ આદમી પાર્ટી પણ ભાજપનો વિકલ્પ નથી બન્યો. ગુજરાતના લોકો ભાજપનો વિકલ્પ ઈચ્છે છે. આજે પ્રજા વિજય પક્ષ ભાજપનો વિકલ્પ બનશે.
તમામ બેઠક પર લડશે ચૂંટણી
ચૂંટણી લડવા અંગે વણઝારા કહ્યું કે, ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાનો અમારો ઇરાદો છે. બિનહિન્દુત્વ વાદી પક્ષનું ગુજરાતમાં સ્થાન છે જ નહીં. ગુજરાત હિન્દુત્વની લેબોલેટરી છે. તો ગુજરાતના લોકો એક જ પક્ષના સાશનથી કંટાળી ગયા છે. પ્રજા વિજય પક્ષ તેનો વિકલ્પ બનશે.
ADVERTISEMENT
એનાલિસિસ કરી મેદાને આવ્યો છું
વણઝારાએ કહ્યું કે, હું છેલ્લા 6 વર્ષમાં ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરોમાં ફર્યો છું. રાત અને દિવસ ફર્યો છું. લોકો સાથે જોડાયો છું. સાધુ સંતો સાથે જોડાયો છું. તમામ લોકો શું ઈચ્છે તેનું એનાલિસિસ કરી અને હિન્દુત્વના પક્ષ સામે હિન્દુત્વનો જ પક્ષ હોવો જોઈએ. સત્તામાં હિન્દુત્વનો પક્ષ તથા વિપક્ષમાં પણ હિન્દુત્વનો પક્ષ જોઈએ. 5 વર્ષે કે 2 ટર્મમાં સત્તા પરિવર્તન થાય તો જ લોકશાહી જીવંત રહે. તો જ લોકોનું કલ્યાણ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT