મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG માં ઝીંક્યો ભાવ વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની જનતાને નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીના ડામ લાગી રહ્યા છે.  ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કર્યો છે.  હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા થઇ ગયો છે.

નવું વર્ષ શરૂ થયું એને માંડ 9 દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ ફટકો પડ્યો છે. આજે ફરી એકવાર CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા થયો છે. જેના કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય જનતાને સીધી અસર જોવા મળશે. મધ્યમ વર્ગ પર ભાવ વધારાની અસર વધુ જોવા મળશે.

તાજેતરમાં સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે અને ભારત સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 % નો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ભારતમાં CNGની કિંમતોમાં માત્ર 84 % નો વધારો થયો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માટે વધુ એક અભિયાન છેડાયું, જાણો કોણ આવ્યું મેદાને

ગુજરાત ગેસ દ્વારા 5 ટકાનો કરાયો હતો વધારો
ગુજરાત ગેસ દ્વારા   CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ સાથે ગુજરાત ગેસે  PNGના ભાવમાં વધારો કર્યો છે . તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT