અદાણીનો વધુ એક મોટો નિર્ણય, DB પાવર બાદ હવે આ કંપની સાથે ડીલ તોડી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની અસર ઓછી થઈ રહી નથી. શેરોમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ 50 બિલિયન ડોલરની નીચે સરકી ગઈ છે. ત્યારે તેઓ નવા સોદાથી દૂર  રહે છે. તાજેતરમાં જ તેણે ડીબી પાવર સાથેના સોદા પર બ્રેક લગાવી છે. ત્યાર બાદ હવે અદાણી ગ્રુપે પીટીસી ઈન્ડિયા સાથેના સોદામાંથી પીછેહઠ કરી છે.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે પાવર ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ (PTC)માં હિસ્સા માટે બિડ નહીં કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આવેલા અહેવાલો અનુસાર, અદાણી ગ્રુપે પીટીસી ઈન્ડિયા લિમિટેડમાં હિસ્સો લેવા માટે રસ દાખવ્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાથી અને ગ્રુપનું સંપૂર્ણ ધ્યાન રોકડ બચાવવા પર છે .

હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
અદાણી પાવર અને ડીબી પાવર વચ્ચે આશરે રૂ. 7000 કરોડની ડીલ તૂટી હતી. ગયા વર્ષે ઓગસ્ટ 2022 માં, આ ડીલ વિશે શેરબજારોને માહિતી આપવામાં આવી હતી, પરંતુ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદના નુકસાન પછી, અદાણી ગ્રુપે ડીબી પાવરના સંપાદનમાંથી પીછેહઠ કરી હતી. હવે ગ્રુપે બીજી મોટી વાત માટે ‘ના’ કહ્યું છે. જો કે આ અંગે અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ADVERTISEMENT

અદાણીનું ધ્યાન રોકડ બચાવવા પર છે
PTC ઈન્ડિયા લિમિટેડના શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને દામોદર વેલી કોર્પનો પણ સમાવેશ થાય છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 2,500 કરોડ છે. જો આપણે વર્તમાન તાજેતરની કિંમતો પર નજર કરીએ, તો પીટીસી ઈન્ડિયામાં 16 ટકા હિસ્સાનું મૂલ્ય 415 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ત્યારે અદાણી ગ્રૂપનું સમગ્ર ધ્યાન હવે રોકડ બચાવવા પર છે. ભૂતકાળમાં આવેલા અહેવાલો અનુસાર, હિંડનબર્ગ રિપોર્ટના કારણએ ફસાયેલા અદાણી ગ્રુપે દેવું ચૂકવવાથી રોકડ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલું જ નહીં, શેરોમાં ઘટાડાને કારણે થયેલા નુકસાન પછી આવક વૃદ્ધિનો લક્ષ્યાંક 40 ટકાથી ઘટાડીને લગભગ અડધો કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના હાલ થશે ઇન્દિરા ગાંધી જેવા? ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે જાણો શું આપી ધમકી

ADVERTISEMENT

અદાણીની નેટવર્થ 49.1 બિલિયન ડોલર
અદાણી હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુસીબતોમાં સતત વધારો થઈ રહ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાને કારણે, ગ્રૂપનું માર્કેટ કેપ ઘટીને અડધુ થઈ ગયું છે. જ્યારે ગૌતમ અદાણી વિશ્વના ટોચના અમીરોની યાદીમાં નંબર 2 પરથી હવે 25માં સ્થાને પહોંચી ગયા છે. સોમવારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટમાં 25માં સ્થાને સરકી ગયા અને ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 49.1 બિલિયન ડોલર થઈ ગઈ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT