સરકારી ગાડી-બંગલો ન લેવાનું કહેનારા આજે બીજી પાર્ટીથી વધુ પગાર લે છે, Kejriwal વિશે ફરી બોલ્યા અન્ના
અમદાવાદ: દિલ્હીમાં નવી લિકર પોલિસી પર ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલી કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વચ્ચે અન્ના હજારેએ ફરીવાર તેમના પર આક્ષેપ કર્યો છે. તાજેતરમાં કેજરીવાલને પત્ર લખીને…
ADVERTISEMENT
અમદાવાદ: દિલ્હીમાં નવી લિકર પોલિસી પર ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલી કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વચ્ચે અન્ના હજારેએ ફરીવાર તેમના પર આક્ષેપ કર્યો છે. તાજેતરમાં કેજરીવાલને પત્ર લખીને નવી દારૂ નીતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હવે અન્ના હજારેનો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ અરવિંદ કેજરીવાલ પર કેટલાક ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે.
અન્ના હજારે એ શું કહ્યું?
અન્ના હજારેએ કહ્યું કે, એક દિવસે અન્ના મારા ગુરુ કહેનારા આજે રસ્તો છોડીને જઈ રહ્યા છે, તેનું મને દુઃખ છે. સત્તા અને પૈસા લોકોને શું કરાવશે તે કહી નથી શકતા. એક સમયે કહી રહ્યા હતા કે, અમે સત્તામાં આવીશું તો સરકારનો પગાર નહીં લઈએ, ગાડી નહીં લઈએ, બંગલો નહીં લઈએ. આ બધું બોલતા હતા અને બીજી પાર્ટીથી પણ તેમનો પગાર વધારે છે. આ ઠીક નથી. સત્તા અને પૈસા માટે ઈમાન ખોઈ દેવું ઠીક નથી. બંગલો લીધો, ગાડી લીધો બધું લીધું. આ ઠીક નથી. લોકોને વચન આપ્યું હતું.
અન્ના હજારેનો આ વીડિયો કેન્દ્રિય મંત્રી કિરણ રીજીજૂએ ટ્વીટ કર્યો છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, સૌ કોઈ અન્ના હજારેની પીડાને અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT
Everyone can feel the deep pain of Anna Hazare… #AnnaHazare ? pic.twitter.com/n2x2zncqc2
— Kiren Rijiju (@KirenRijiju) August 31, 2022
અગાઉ નવી દારૂ પોલિસી પર કેજરીવાલને ધેર્યા હતા
નોંધનીય છે કે, આ પહેલા અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમની કથની અને કરણીમાં ફરક હોવાનું કહ્યું હતું. જેના પર ભાજપે પણ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. એવામાં હવે અન્ના હજારેનો નવો વીડિયો સામે આવતા ફરીવાર ભાજપે AAPના સંયોજક પર આકરા પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT